ડીસાના સમૌ નાના ગામે ઠપકો આપવા જતા સર્જાઈ મારામારી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-15 12:22:06
  • Views : 6527
  • Modified Date : 2021-11-15 12:22:06

 

ડીસા તાલુકાના સમૌ નાના ગામ આવેલ ધોનીયાપુરા ગામે રહેતા  કરશનજી વિહાજી ઠાકોર પોતાના ઘરે હાજર હતો તે દરમિયાન તેમનો ભત્રીજો વનાજી વિરમજી ઠાકોર દોડતો ઘરે આવેલ અને કહેવા લાગેલ કે આપના ગામના ધારજીજી ઠાકોર,સવદાનજી ઠાકોર,જીતાજી ઠાકોર,બલાજી ઠાકોર બધા મારા બાપાને તેમજ માં ને મારમારેલ છે અને રસ્તા માં પડેલ છે.જેથી કરશનજી ઠાકોર રસ્તા માં ગયેલ અને  તેમના ભાઈ વિરમજી વાત કરેલ કે છોકરાઓ ઝઘડતા હોઈ તે બાબતે ઠપકો આપવા ગયેલ  ત્યારે ધારજીજી ઠાકોર જેમ તેમ અપશબ્દો બોલવા લાગેલ ત્યારે અપશબ્દો બોલવાની ના કહેતા ધારજીજી ઠાકોર એકદમ ઉશ્કેરાઈ જઇ તેના હાથ માં રહેલો ધોકા વડે મારમારવા લાગેલ ત્યારે વિરમજી ઠાકોર ની પત્ની મધરાબેન વચ્ચે છોડાવા વચ્ચે પડેલ તો મધરાબેન ને પણ સવદાનજી પ્રતાપજી ઠાકોર તેના હાથ માં રહેલી પાઇપ થી મારમારવા લાગેલ જીતાજી પ્રતાપજી ઠાકોર પણ લોખંડ ની કૉસ લઈ આવી જેમતેમ બોલવા લાગેલ અને બલાજી પ્રતાપજી ઠાકોર પણ લાકડી લઈ આવેલ વિરમજી ઠાકોર અને તેની.પત્ની મધરાબેન ને મારમારવા લાગેલ જેથી બુમાંબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને વધુ માર માંથી છોડાવેલ અને ચારે શખ્સો જતા જતા કહેતા ગયા કે આજે તો તમે બચી ગયા પણ લાગ આવશે તો જાનથી મારી નાખી સુ તેવી ધમકી આપી જતા રહેલ જે બાદ વિરમજી ઠાકોર તેમજ તેમની પત્ની મધરાબેન ને 108 મારફતે પાટણ સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.આજ રોજ વિરમજી ઠાકોર ના ભાઈ ડીસા તાલુકા પોલીસ મથકે ધારજીજી પ્રતાપજી ઠાકોર ,સવદાનજી પ્રતાપજી ઠાકોર,જીતાજી પ્રતાપજી ઠાકોર,બલાજી પ્રતાપજી ઠાકોર તમામ રહે.ધોનીયાપુરા સમૌ નાના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે...

Download Our B K News Today App



Related News