સુરતમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-23 17:30:06
  • Views : 96
  • Modified Date : 2024-03-23 17:30:06

ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. સુરતના સિંગણપોરમાં ધારાસભ્ય વિનુ મોરડીયાની ઓફિસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની 3 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે આગની ઘટનામાં મહત્તવના દસ્તોવેજો સહિત ફર્નિચર તેમજ અન્ય ઈલેક્ટ્રોનિક સામાન પણ આગમાં બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું કારણ અકબંધ છે.બીજી તરફ આજે અમદાવાદના સરખેજ ઢાળ પર ધોળકા અમદાવાદ ST બસમાં આગ લાગી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન લગાવામાં આવ્યુ છે. તેમજ સરખેજ ચાર રસ્તા પર એસટી બસમાં આગ લાગી હતી.

Download Our B K News Today App



Related News