સુરતની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-05-16 14:51:40
  • Views : 116
  • Modified Date : 2024-05-16 14:51:40

સુરતમાં વધુ એક આગ લાગવાની ઘટના બની છે. સુરતના માંગરોળના નરોલી ગામે એક પેપર મીલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.બારડોલી, માંડવી, સુમિલોન સહિતના 10 ફાયર વિભાગની ટીમ હાલ સ્થળ પર પહોંચી છે. આગને કાબૂ લેવા માટે ફાયર વિભાગની ટીમ પાણીનો માર કરી રહી છે. જો કે આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે.બીજી તરફ આ અગાઉ સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ઈ-બાઈકના શોરૂમમાંવિકરાળ લાગી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવ્યો હતી.

Download Our B K News Today App



Related News