સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા, છતાં કોરોના સંક્રમિત થતાં ફફડાટ ફેલાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-04 14:05:22
  • Views : 332
  • Modified Date : 2021-04-04 14:05:22

    સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીએ રસીના બંને ડોઝ લીધા હતા. જેમાં મહિલા કર્મચારીની તબિયત ખરાબ થઇ હતી. તેથી તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તે કોરોના સંક્રમિત થયા છે.

    સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાની રસીના બંને ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમિત થયાની ચર્ચાઓ ઉઠવા પામી છે. જેમાં મહિલા કર્મચારી ભાવના વાઘેલાએ અગાઉ કોરોનાની વેક્સિન લીધા બાદ પણ કોરોના સંક્રમિત થયાનું જાણવા મળ્યું છે. ત્યારે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીને રસી લીધા બાદ પણ સંક્રમિત થયાની ચર્ચાથી વેક્સિન સામે પણ સવાલો ઉઠ્યા છે. આમ કોરોનાથી રક્ષણ મેળવવા સરકાર કોરોના રસીકરણ પર ભાર મૂકે છે. ત્યારે આ પ્રકારના કિસ્સા ખુલવા પામતા રસીની વિશ્વસનીયતા પણ સવાલો લોકો કરી રહ્યાં છે.


Download Our B K News Today App



Related News