નાગપુરમાં ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-16 14:47:04
  • Views : 93
  • Modified Date : 2023-12-16 14:47:04

દેશ- દુનિયામાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ભયાનક અકસ્માત થયો છે. નાગપુરના કાટોલના સોનખંભ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી.આ અકસ્માતમાં કારમાં સવાર 6 લોકોના મોત થયા હતા.જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.તો ઈજાગ્રસ્તને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર તમામ મૃતદેહોને વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.તો કાટોલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સુશાંત મેશ્રામે જણાવ્યા અનુસાર દુર્ઘટના રાત્રે લગભગ 1.30 વાગ્યેની આસપાસ થઈ હતી.બંને વાહનોની પૂરપાટે આવતા હોવાનું સામે આવ્યુ છે. મૃતકોના પરિવારજનોને માહિતી મોકલી દેવામાં આવી છે.તે પણ કાટોલ પહોંચી રહ્યો છે.પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.આ ગમખ્વાર અકસ્માતમાં કારને સંપૂર્ણ નુકસાન થયું હતુ. અકસ્માતમાં કારનો આગળનો ભાગ બહાર આવી ગયો છે.કારના કાચ રસ્તા પર વિખરાયેલા જોવા મળ્યા હતા.તો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કારમાં સવાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.અકસ્માત અંગે કોઈએ પોલીસને જાણ કરતાં એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ક્ષતિગ્રસ્ત વાહનને રસ્તા પરથી હટાવીને સાઈડલાઈન કરવામાં આવ્યું હતું.પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત રાત્રે થયો હતો.અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.બંને વાહનો ચલાવતા ચાલકો નશામાં હોવાનું પણ સામે આવ્યુ છે.જો કે આ અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.પોલીસ અધિકારીએ આશંકા વ્યક્ત કરી છે કે અકસ્માત માટે અન્ય ઘણા કારણો પણ હોઈ શકે છે.જેમ કે બંને વાહનોની અંદર કોઈ ટેકનિકલ સમસ્યા હોઈ શકે છે. અથવા કદાચ કોઈ પ્રાણી રસ્તા પર આવી ગયું હતું, જેના કારણે ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. જોકે, અકસ્માતનું સાચું કારણ તપાસ બાદ જ જાણી શકાશે.

Download Our B K News Today App



Related News