ભીલડી મોટા કાપરા પાસે ગાડી અને બાઈક વચ્ચે એક ગોઝારો અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-04 11:36:06
  • Views : 377
  • Modified Date : 2022-09-04 11:36:58

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ લેતો નથી તેમ રોજબરોજ અનેક નાના મોટા અકસ્માતો સામે આવી રહ્યા છે જેમાં અનેક માસુમ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ક્યારેક મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગ ના કારણે તો ક્યારેક વધુ પડતી સ્પીડ અથવા તો ઓવરટેક કરવાના પ્રયાસમાં અકસ્માતો સર્જાતા હોય છે જેમાં માસુમ લોકોની જિંદગી હોમાઈ જતી હોય છે ત્યારે આજરોજ મોટા કાપરા પાસે ગાડી અને બાઈક વચ્ચે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું..મોટા કાપરા જોડે પુરપાટ ઝડપે આવતી ગાડી અને બાઈક સામસામે ટકરાતાં લાખણી તાલુકાના જાકોલ ગામના દિનેશજી સ્વરૂપજી ઠાકોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત થતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ત્યારે લોકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી



Download Our B K News Today App



Related News