ડીસા ના નાગફણા ગામે દૂધ નો હિસાબ માંગતા હુમલો પીડિત ખેડૂતે ડીસા તાલુકા પોલીસ મથકે દૂધ મંડળી ના મત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-07 12:02:23
  • Views : 345
  • Modified Date : 2022-08-07 12:02:23


ડીસા ના નાગફણા ગામે રહેતા ખેડૂતે દૂધ મંડળી માં જઇ દૂધ નો હિસાબ માંગતા  ડેરી ના  મંત્રી એ  માર મારતા આ મામલે પીડિત  ખેડૂતે ડીસા તાલુકા પોલીસ મથકે  દૂધ મંડળી ના મત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે


આ અંગે ની ફરિયાદ ની વિગતો અનુસાર ડીસા ના તાલુકા ના નાગફણ ગામે રહેતા  પકજભાઈ ભૂરાભાઈ દેસાઈ પોતાના મોબાઈલ થી ફોન કરી  ગામના દૂધ મંડળી ના મત્રી શહદેવભાઈ ને  દૂધ ના ભાવ વધારા બાબતે સાધારણ સભા બોલાવી હિસાબો રજૂ કરવા જણાવેલ જોકે શહદેવભાઈ એ પકજભાઈ ને કહેલ કે તમે મંડળી ઉપર આવો હિસાબ આપું છું જેથી પંકજભાઈ અને તેમના ભાઈ મુકેશભાઈ બને જણા ત્યાં પહોંચેલા તે વખતે મંડળી ઉપર શહદેવભાઈ ચૌધરી અને ભૂરાભાઈ ચૌધરી હાજર હતા જેથી પંકજભાઈ કહેલ કે હું આવી ગયો છું સાધારણ સભા બોલાવો હિસાબ રજૂ કરો તેમ કહેતા આ બન્ને જણા ઉશ્કેરાઈ ગયેલા અને પકજભાઈને અપશબ્દો બોલવા લાગેલ જેથી પંકજભાઈ એ અપશબ્દો બોલવાની ના પાડતા શહદેવભાઈ અને ભૂરાભાઈ બન્ને જણા ભેગા મળી  પકજભાઈ અને તેમના ભાઈ મુકેશભાઈ ને  ગડદાપાતું નો માર મારવા લાગેલ જોકે હુમલા ના પગલે પકજભાઈ અને તેમના ભાઈ એ બુમો પાડતા  આસપાસ ના અન્ય લોકો દોડી આવી માર માંથી છોડાવેલા અને આ બન્ને જણા એ જતા જતા કહેલ કે હવે દૂધ ભરાવવા આવસો તો જીવતા નહિ જવા દઈએ તેમ ધમકી ઓ આપી ત્યાથી જતા રહેલા જેથી આ મામલે પકજભાઇ ડીસા તાલુકા પોલીસ મથકે શહદેવભાઈ રગનાથભાઈ ચૌધરી અને ભૂરાભાઈ રગનાથભાઈ ચૌધરી બને રહે.નાગફનાં વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસે તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે


Download Our B K News Today App



Related News