અમીરગઢમાં એક ખેડૂતે બાર વીઘા જમીનમાં લીંબુની ખેતી કરી મોટી સફળતા હાંસલ કરી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-25 11:28:40
  • Views : 320
  • Modified Date : 2022-04-25 11:28:40

 

અમીરગઢમાં એક ખેડૂતે બાર વીઘા જમીનમાં લીંબુની ખેતી કરી મોટી સફળતા હાંસલ કરી છે

 

અમીરગઢમાં એક ખેડૂતે બાર વીઘા જમીનમાં લીંબુની ખેતી કરી મોટી સફળતા હાંસલ કરી છે.. લીંબુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન અને કમાણી કરી અન્ય ખેડૂતને નવો રાહ ચીંધ્યો છે.

સાધારણ ખેતીમાં પોષણક્ષમ ભાવ ન મળતાં હવે અમીરગઢ વિસ્તારના ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ આકર્ષાયા છે અને અવનવી બાગાયતી ખેતી કરી નવતર પ્રયોગો માં સારી આવક મેળવી રહ્યા છે

 

ઉનાળામાં એક એનર્જી ટોનિકનું કામ કરતા લીંબુના ભાવોમાં ધરખમ વધારો આવી જતા આમ આદમીને લીંબુ એક સપના સમાન બની ગયું છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ અને ખેતી પ્રધાન વિસ્તાર અમીરગઢમાં એક ખેડૂતે પોતાના ખેતરમાં લીંબુનું વાવેતર મોટા પ્રમાણમાં કરેલ છે..પાંચ વર્ષ પહેલાં કરાયેલ લીંબુના વાવણી સમયે ખેડૂતને આવા ભાવો મળશે તેની ખબર પણ ન હતી..અમીરગઢમાં સિગ્નલ ફાર્મના ખેડૂત દિપકભાઈ પટેલે લીંબુની ખેતી કરવાનો વિચાર આવતાં તેઓએ પાંચ વર્ષ પહેલાં બાર વીઘા જમીનમાં લીંબુના 2200 છોડ વાવેલ હતા..ચાર વર્ષમાં સાધારણ ભાવમાં સંતોષ માનવો પડયો હતો પરંતુ આ વર્ષે લીંબુના ભાવ આસમાને પોહચતા ખેડૂતને સારો નફો મળી રહ્યો છે..હાલના આવા તેજીના માહોલમાં પણ ખેડૂતને 200 રૂપિયા કિલોદીઠ ભાવ મળે છે..ફેબ્રુઆરીથી હાલ સુધી તેઓએ 10 ટન લીંબુ માર્કેટના વેચ્યા છે..ખેડૂતના જણાવ્યા મુજબ લીંબુની ખેતીમાં સાધારણ ખેતી કરતા પણ ઓછી ખર્ચાળ અને ઓછી મેહનત થાય છે..બાર વીઘામાં લીંબુ કરી ડ્રિપથી પાણી આપવામાં આવે છે અને રોજના પાક ઉતારવામાં આવે છે..હાલની એટલી તેજીના ખેડૂતને પાંચ વર્ષનું વળતર મળતા નવતર પ્રયોગ સફળ નીવડ્યા હતો આસમાને પોહાચેલા લીંબુ માટે ઘરે બેઠા વેપારીઓ આવી રહ્યા છે..   આમતો દર વર્ષે ઉનાળામાં લીંબુના ભાવ થોડા વધારે હોય છે પરંતુ આ વર્ષે ભાવ આસમાને પહોંચતા ગરમીમાં લીંબુનું સેવન સામાન્ય માણસ માટે દોહલું બની ગયું છે. છુટક લીંબુના ભાવ ગુણવતા મુજબ 250 થી માંડીને 350 પ્રતિ કિલોએ પહોંચ્યા છે. કયાંક કાળા બજારીયાઓ દ્વારા 400 રુપિયા પણ વસૂલવામાં આવે છે ત્યારે દિપકભાઈ પટેલ આજુબાજુ વિસ્તારના ખેડૂતોને હવે સાધારણ ખેતી છોડી બાગાયતી ખેતી તરફ આકર્ષવા માટે અપીલ કરી રહ્યા છે..

Download Our B K News Today App



Related News