ડીસા તાલુકા ના બુરાલ ગામે કેટલાક ઈસમોએ ખેતર અને સરકારી બોર ના કેબલ ની ચોરી કરતા આ મામલે ખેડૂતે ડીસા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-14 11:07:42
  • Views : 286
  • Modified Date : 2022-05-14 11:07:42

ડીસા તાલુકા ના બુરાલ ગામે કેટલાક ઈસમોએ ખેતર અને સરકારી બોર ના કેબલ ની ચોરી કરતા આ મામલે ખેડૂતે ડીસા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

 

 ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને શહેરી વિસ્તારને હવે છોડી અજાણ્યા શખ્સો ગ્રામીણ વિસ્તારોને નિશાન બનાવી એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના બુરાલ ગામ એ પણ ચોરીની ઘટના સામે આવી હતી આ કેબલ ચોરી ની ફરિયાદ ની વિગત અનુસાર ડીસા તાલુકા ના બુરાલ ગામે રહેતા પરથીભાઈ જોઇટાભાઈ ચૌધરી ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે  અને તેઓ એ પોતાના ખેતર માં બોર પણ બનાવેલ છે જોકે ગત રોજ બુધવારે   સામાજિક પ્રસંગે બહાર ગયા હતા અને રાત્રે પરત આવી તેમના ખેતર ઉપર ગયા ત્યારે તેમના બોર ઉપર લાઈટ કનેક્શન માટે નો ૬ એમ એમ નો વાયર કોઈ ઇસમ ચોરી ગયેલા તેમજ સરકારી બોરના પણ કેબલ ચોરી ગયા હોઈ  આ મામલે  પરથીભાઈ ચૌધરી એ ડીસા તાલુકા પોલીસ મથકે બુરાલ ગામ ના રંગાજી હરિજી દરબાર ,વેલસિંગ હાલાજી દરબાર અને વેલસિંગ દરબાર વિરુધ કેબલ ચોરી કરવા બાબતે ફરિયાદ નોંધવાતા પોલીસ સરકારી બોર તેમજ ખેડૂત ના ખેતર માં કેબલ ચોરી જવા મામલે ઉપરોક્ત ત્રણ ઈસમો સામે ચોરી ની ફરિયાદ નોંધી તેમને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા છે

Download Our B K News Today App



Related News