બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીની અસર બહારના રાજ્યોમાં મધની આવક બંધ થતાં લાખો રૂપિયાનું નુકશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-08 12:40:32
  • Views : 443
  • Modified Date : 2021-07-08 12:40:32

ડીસા તાલુકાનાં શેરપુરા ગામના એક બાર પાસ યુવકે મધનું મબલખ ઉત્પાદન કરીને નાણાં ઉપાર્જિત કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. પ્રકાશભાઈ જાટ પોતાની મધ ઉત્પાદનથી હાલ ઘરે બેઠા લાખો રૂપિયા કમાઈ રહ્યાં છે. આ ખેડૂતથી પ્રભાવિત થઈને અન્ય ખેડૂતોએ પણ મધના ઉત્પાદનનો વ્યવસાય શરૂ કર્યો છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસની મહામારીના કારણે મધના ઉત્પાદનમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ડીસા તાલુકામાં આવેલા શેરપુરા ગામના પ્રકાશભાઈ  જાટે અભ્યાસ તો માત્ર બાર ધોરણ સુધી જ કર્યો છે. પરંતુ તેમનામાઁ રહેલી પ્રતિભા ઘણી છે.  પ્રકાશભાઈ જાટ પોતાની સવા એકર જમીન પર ચીલાચાલુ ખેતી કરવાના બદલે અત્યારે મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવી રહ્યા છે. અને વર્ષે લાખો રૂપિયાની આવક રળી રહ્યા છે. એશિયાની પ્રથમ નંબરની ડેરી એવી બનાસ ડેરીના સહયોગથી તેમને મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું હતું.  વર્ષ ૨૦૧૬માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન બાદ પ્રકાશભાઇએ બનાસ ડેરીનો સંપર્ક કર્યો અને બનાસ ડેરીમાં મધમાખી ઉછેર કેન્દ્ર માટે સાત દિવસની તાલીમ લીધી. ત્યારબાદ પ્રથમવાર વર્ષ ૨૦૧૭માં તેમને પોતાના ખેતરમાં મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું. શરૂઆતમાં પ્રકાશભાઇએ તેમના ખેતરમાં માત્ર ૧૦ બોક્ષ લગાવ્યા હતા અને ત્યારબાદ બીજા વર્ષે ૨૦૧૮માં આ બોક્ષની સંખ્યા ૧૦૦ કરી દીધી.  વર્ષે એક લાખ રૂપિયાના મધની આવક કરવા માંડ્યા હતા.  પ્રકાશભાઈ અત્યારે ગુજરાતરાજસ્થાનમહારાષ્ટ્રયુ.પી. જેવા બહારના રાજ્યોમાં પણ તેમની મધની પેઢીઓ રાખી રહ્યાં છે અને તેમાંથી દર વર્ષે પ્રકાશભાઈ ૪૦ લાખ રૂપિયાનું મધ મેળવી રહ્યા છે.  પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસની મહામારીના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.  પ્રકાશભાઈ જાટે ભારતના જે રાજ્યોમાં મધની પેઢીઓ મૂકી હતી તેમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં સતત મધનો વ્યવસાય બંધ રહેતા પ્રકાશભાઈને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

 

- છેલ્લા બે વર્ષમાં અમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે

મને મધની ખેતી કરવાની પ્રેરણા ૨૦૧૬માં દેશના વડાપ્રધાને જાહેર સભામાં ખેડૂતોને આહવાન કર્યું હતું કે ખેતીની સાથે સાથ ખેડૂત શ્વેત ક્રાંતિ તરફ વળી તેનાથી એટલે પ્રેરણા લઇ ૨૦૧૬ થી બનાસડેરીમાં દસ દિવસની ટ્રેનીંગ લીધા બાદ મારા ખેતરમાં મધની ખેતી કરવાની શરૂઆત કરી હતી અને જાેતજાેતામાં એ મધમાંથી લાખો રૂપિયાની કમાણી કરવાનું શરૂ કર્યું હતું અને હાલમાં ગુજરાત સહિત બહારના રાજ્યોમાં પણ મધની ખેતી કરી રહ્યો છું કોરોના વાયરસની મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી બહારના રાજ્યો બંધ હોવાના કારણે હાલમાં અમને મધ મળી રહ્યું નથી જેના કારણે છેલ્લા બે વર્ષમાં અમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

પ્રકાશભાઈ જાટ (મધમાખી ઉછેર કેન્દ્રના સંચાલકડીસા)

 

   - દસ જેટલી મધની પેઢીઓ મૂકી શરૂઆત કરી છે

અમારા ગામના પ્રકાશભાઈ હાલમાં ખેતીની સાથોસાથ મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવી રહ્યા છે અને જેમાંથી તેઓ દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે તેમની પ્રેરણાથી અમે પણ ખેતીની સાથોસાથ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યા છે અને હાલમાં અમે અમારા ખેતરમાં દસ જેટલી મધની પેઢીઓ મૂકી શરૂઆત કરી છે.     - વિકાસ પ્રજાપતિ (ખેડૂત - શેરપુરા)

- અન્ય ખેડૂતો પણ મધની ખેતી તરફ વળ્યા

પ્રકાશભાઈના ખેતરમાં તૈયાર કરવામાં આવેલા મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લેવા માટે દૂર દૂરથી ખેડૂતો આવી રહ્યા છે. અને  દશ ખેડૂતોએ પણ પોતાના ખેતરમાં મધમાખી કેન્દ્ર શરૂ કર્યા છે.અને સારી એવી આવક રળી રહ્યા છે. પ્રકાશભાઈના ખેતરે આવેલા ખેડૂતો જણાવી રહ્યા છે કે અમે પહેલા નાની-નાની ખેતી કરી ખેતીમાં નુકસાન વેઠી રહયા હતા. પરંતુ જ્યારથી પ્રકાશભાઈના મધ ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી છે ત્યાંથી અમે પણ  ઉછેર કેન્દ્રની શરૂઆત કરી છે અને હાલમાં ખેતીની સાથોસાથ મદદથી અમે લોકો પણ સારી એવી કમાણી કરી રહ્યા છીએ.

 

   - નાનકડી જમીનમાં મોટી આવકનું સ્ત્રોત

મધમાખી ઉછેર કેન્દ્રના માધ્યમથી લાખ્ખોની કમાણી કરી રહેલા પ્રકાશભાઈથી પ્રભાવિત થઈને અન્ય ખેડૂતો પણ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરવા પ્રેરાઈ રહ્યા છે. જિલ્લાના પ્રકાશભાઈ જાટ જે રીતે પોતાની નાનકડી જમીનનો સદુપયોગ કરીને વર્ષે લાખ્ખોની કમાણી કરી રહ્યા છે તે પછાત બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતની નિશાની છે. અને આવા પ્રગતિશીલ ખેડૂતોના ઉત્કર્ષ માટે બનાસ ડેરી પણ ઉમદા પ્લેટ ફોર્મ પૂરું પાડી રહી છે. અને તેમની મધમાખી ઉછેર કેન્દ્રથી અન્ય ખેડૂતો પણ હાલ લાખો રૂપિયાનું કમાણી કરી રહ્યા છે.

 

 

 

Download Our B K News Today App



Related News