પાલનપુરના ખોડલા ગામના ખેડૂત દ્રારા ચાર હજાર જેટલા સીડ બોલ તૈયાર કરી વૃક્ષો વાવો વરસાદ લાવો નો સંદેશો આપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-27 11:17:41
  • Views : 297
  • Modified Date : 2022-05-27 11:17:41

 

બનાસડેરી ના માર્ગદર્શન હેઠળ સીડ બોલ દ્રારા વૃક્ષારોપણ કરાશે

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ની પ્રેરણાથી સીડ બોલ થકી વનરક્ષા અભિયાન અંતર્ગત બનાસકાંઠા જીલ્લામાં ખેડૂતો અને પશુપાલકો દ્વારા સીડ બોલ બનાવવાની સૂચના અપાતા પાલનપુર તાલુકાના ખોડલા દુધ ઉત્પાદક મંડળી ના સહયોગથી મંત્રી લાલજીભાઈ જુડાળ ની પ્રેરણાથી ગામના વૃક્ષપ્રેમી અને ખેડૂત વાલજીભાઈ જુડાળ દ્વારા પશુઓના છાણ માંથી ચાર થી પાંચ હજાર જેટલા સીડ બોલ તૈયાર કરવામાં આવ્યા હતા વાલજીભાઈ એ બનાસ ડેરીના ચેરમેન ના રક્ષા અભિયાન ના સંદેશા દ્વારા બનાવેલા સીડ બોલને આગવી કલા કૃતિ દ્વારા ગોઠવી વૃક્ષો વાવો વરસાદ લાવો વન રક્ષા અભિયાન લખીને સુંદર આકર્ષણ જમાવે તે રીતે તેમના ખેતરમાં સીડ બોલ તૈયાર કરીને ગોઠવણી કરી હતી જેસિંગ બોલ હવે બનાસડેરી દ્વારા પહાડી વિસ્તારોમાં તેમજ નિર્જન જગ્યાએ રાખી તેમાં વૃક્ષારોપણ કરી જિલ્લાને હરિયાળો બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે વાલજીભાઈ જુડાળના ખેતરમાં તૈયાર કરેલા સીડ બોલ ની મુલાકાત દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી લાલજીભાઈ ચૌધરી સહિત બનાસ ડેરી ની ટીમે પણ મુલાકાત લીધી હતી અને સીડ બોલની કામગીરીને લખાણી હતી.

Download Our B K News Today App



Related News