ઇડરના ખેડૂતે પોતાના પુત્રને કેનેડાના વર્ક પરમીટ અપવવા માટે અમદાવાદના વિઝા એજન્ટનો સંપર્ક કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-17 16:50:58
  • Views : 133
  • Modified Date : 2024-03-17 16:50:58

ઇડરના ભદ્રેસર વિસ્તારના ખેડૂત પરેશ લાલજીભાઇ દેસાઇ પોતે ખેતી કામ કરીને જીવન ગુજરાન કરે છે. પુત્ર મોટો થતા તેને કેનેડા વર્કર પરમીટ આધારે મોકલવા માટેનું સપનુ જોયું હતુ. આ દરમિયાન અમદાવાદના ઓઢવમાં વિઝા એજન્ટ તરીકે કામ કરતા કૃપાલ રાવલ અને નિલેશ શાહનો સંપર્ક થયો હતો.આ બંને એજન્ટોએ મળીને પરેશ દેસાઇને તેમના પુત્રને કેનેડાના વર્ક પરમીટ કરાવી આપવાની વાત કરીને વિશ્વાસમાં લીધા હતા. આ દરમિયાન તેઓએ અમદાવાદ તેમની ઓફિસ પર બોલાવીને પૈસા માંગેલ અને તે માટેની રકમ ચુકવી આપી હતી.પુત્રને કેનેડા મોકલવા માટે કાર્યવાહી કરવા માટે એજન્ટ કૃપલ અને નિલેશે દસ્તાવેજો અને ફિની રકમ માંગી હતી. આ માટે અમદાવાદનમાં એસપી રિંગ રોડ પર ઓઢવ વિસ્તારમાં રશ્મી ગ્રોથ હબ ખાતે આવેલી તેમની ઓફિસમાં રુબરુ બોલાવેલ હતા. જ્યાં તેમને મળતા તેઓએ આ અંગે દસ્તાવેજો તૈયાર રાખવા માટે જણાવેલ. તેમજ આ માટે ચાર લાખ રુપિયાની માંગણી કરી હતી.જે ચાર લાખ રુપિયા ચુકવતા તેઓએ આગળની કાર્યવાહી શરુ કરવાનું જણાવેલ. આમ પરેશ દેસાઇએ પુત્ર અંકિતના વર્ક પરમીટ માટેની જરુરી કાર્યવાહી બંને એજન્ટોએ દર્શાવ્યા મુજબ કરી હતી તેમને દસ્તાવેજો તેમજ રકમ આપેલ. જ્યારે વિઝા આવ્યા બાદ વધુ છ લાખ રુપિયા આપવાની વાત કરી હતી. આમ દશ લાખ રુપિયા વિઝા મળવાને લઈ આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. પરંતુ ચાર લાખ રુપિયા લઇને તેમની સાથે છેતરપિંડી આચરી હતી.તો વળી વર્ષ 2022 ના જુન માસમાં ફોન કરીને સમાચાર આપેલ કે વિઝા માટે ઓન લાઈન ફિંગર પ્રિન્ટ આપવાની છે. તમારી ફાઇલ મંજૂર થઇ ગયેલ છે. જેથી ઓફિસ આવી જશો. પરંતુ ત્યાર બાદ પુત્ર અંકિતે ફાઇલ વર્ક પરમિટ નહીં પરંતુ વિઝીટર વિઝાની હોવાનું ધ્યાન દોર્યુ હતુ. જેથી કૃપલ રાવલે જણાવેલ કે કેનેડામાં પહોંચીને બધુ થઇ જશે.જોકે આમ છતાં વિઝા અંગે કોઇ જ આગળ કાર્યવાહી નહીં થતા ફરીથી બંને એજન્ટોને આ અંગેની જાણ કરવામાં આવી હતી. પરંતુ તેઓ સંતોષકારક જવાબ આપતા નહોતા. આખરે 25 હજાર રુપિયા તેમને પરત કર્યા હતા. જ્યારે બાકીના 3.75 લાખ રુપિયા પરત નહીં કરીને તેમનો સંપર્ક નહીં થતા છેતરપિંડીનો અહેસાસ થયો હતો.જેને લઈ ઇડર પોલીસે કૃપલ ચંદ્રકાન્તભાઇ રાવલ અને નિલેશ શાહ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. બંનેની ધરપકડ કરવા માટે ઇડર પીઆઇ અને તેમની ટીમે કાર્યવાહી શરુ કરી દીધી છે.

Download Our B K News Today App



Related News