નવી ભીલડી પગાર કેન્દ્ર શાળાના વય નિવૃત શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-09 14:55:15
  • Views : 340
  • Modified Date : 2022-10-09 14:55:15

ડીસા તાલુકાની નવી ભીલડી પગાર કેન્દ્ર શાળામાં રાષ્ટ્રીય અને રાજ્ય એવોર્ડથી સન્માનિત એવા વરિષ્ઠ શિક્ષક રેવાભાઇ પરમાર વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો.રાજ્યના શિક્ષણ મંત્રી અને કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વિદાય સમારંભમાં દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, જિલ્લા પ્રાથમિક સંઘના પ્રમુખ સંજયભાઈ દવે, તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી,લાખણી માર્કેટના પૂર્વ ચેરમેન બાબુભાઈ દેસાઈ,રોટરી ક્લબ પ્રમુખ રમેશભાઈ જાેષી (ધનાસરા ) નવી ભીલડી સરપંચ કાંતિભાઈ માળી, પૂર્વ સરપંચ નારણભાઇ દવે,પૂર્વ સરપંચ મહેશભાઇ મોદી,  ભીલડી ભાજપના મહામંત્રી સુરેશભાઈ સિલ્વા, બાબુભાઇ દેસાઇ નાની ઘરનાલ,જૂની ભીલડી સરપંચ મનુભાઈ જાેષી, રાજુભાઈ રાજગોર, બચૂજી રાઠોડ, દિનેશભાઈ દવે, નવી ભિલડી ઉપ સરપંચ હરેશભાઈ પંડિત, જૂની ભીલડી પૂર્વ આચાર્ય મદારજી ઠાકોર,પત્રકાર મિત્રો નટુભાઇ ઠકકર, ડો .કે કે.પટેલ, .પી.બી. પટેલ,વિજયસિંહ રાઠોડ સહિતના ગણ માન્ય લોકોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી બાળાઓના પ્રાર્થના ગીત અને સ્વાગત ગીતથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. છેલ્લા ૩૩ વર્ષથી પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા રેવાભાઇ પરમારને રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના એવોર્ડ પણ મળ્યા છે. ત્યારે તેઓ વય નિવૃત થતાં ભાવભીની વિદાય આપી નિવૃત્તિ જીવન સુખમય અને નિરોગી નીવડે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેઓ શ્રેષ્ઠ શિક્ષક તરીકે છાપ ધરાવતા હોવાથી તેઓના વિદાય સમારંભમાં આજુ બાજુની શાળાઓના શિક્ષકો સહિત ભીલડીના નગરજનો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ તેઓનું સન્માન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવી ભીલડી પે.કેન્દ્રના શાળાના આચાર્ય, એસએમસીના અધ્યક્ષ અને સદસ્યો તથા નવી ભીલડી ગ્રામ પંચાયત અને પંચાયતના સદસ્યો દ્વારા ખુબ  જહેમત ઉઠાવી હતી.

Download Our B K News Today App



Related News