વડોદરામાં નેશનલ હાઇવે પરથી જઇ રહેલા એક પરિવારની કારને અકસ્માત નડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-04 13:22:07
  • Views : 85
  • Modified Date : 2024-03-04 13:22:07

ફરી એક વખત કારમાં જઇ રહેલા એક પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો છે. વડોદરામાં નેશનલ હાઇવે પરથી જઇ રહેલા એક પરિવારની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા છે. આ પાંચ મૃતકોમાં એક વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.ઘટના કઇક એવી છે કે જાંબુઆનો એક પરિવાર કારમાં વડોદરા નેશનલ હાઇવે પર થઇને તરસાલી તરફ જઇ રહ્યો હતો. આ દરમિયાન કાર રોડની સાઈડમાં ઉભેલા કન્ટેનર પાછળ જોરથી અથડાઇ હતી. સુરતથી વડોદરા તરફ આવી રહેલા આ પરિવારને ખૂબ ગંભીર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે મહિલા, બે પુરુષ અને 1 બાળકનો સમાવેશ થાય છે. જ્યારે 4 વર્ષની અસ્મિતા નામની બાળકીનો આબાદ બચાવ થયો છે.વડોદરા શહેરના છેવાડે જાંબુઆ આવેલુ છે. સુરતથી મોડી રાતે એક પટેલ પરિવારની કાર આવી રહી હતી.જેમાં બે બાળકો સહિત કુલ 6 લોકો સવાર હતા.તે દરમિયાન જ હાઇવે પાસે એક કન્ટેનર ઊભુ હતુ. અચાનક અંધારામાં કન્ટેનર ન દેખાતા આ કાર કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઇ હતી.જે પછી ઘટનાસ્થળે જ કારમાં સવાર પાંચ લોકોનું કમકમાટીભર્યુ મોત થયુ હતુ.અકસ્માતમાં માત્ર 1 જ 4 વર્ષની બાળકીનો બચાવ થયો છે.અકસ્માતની જાણ થતા જ સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી ગયા હતા. અકસ્માતની જાણ થતાં મકરપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડને પણ મદદ માટે બોલાવાઈ હતી.પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News