ડીસા-પાલનપુર હાઇવે ઉપર ઘરે પરત આવી રહેલાં પરિવારને અકસ્માત નડ્યો, 15 લોકોને ઇજાઓ પહોંચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-02 19:13:48
  • Views : 366
  • Modified Date : 2022-11-02 19:13:48

 

ડીસા તાલુકાના ડાવસ ગામનો ઠાકોર પરિવાર સિદ્ધપુર ખાતે શ્રાદ્ધ વિધિ પતાવીને પરત આવી રહ્યો હતો. ત્યારે પરિવારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. બાઈકચાલકને બચાવવા જતાં જીપડાલુ પલટી ખાઇ ગયું હતું. જેમાં બેઠેલા 15 જેટલાં લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.

 

સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો

ડીસા તાલુકાના ડાવસ ગામનો ઠાકોર પરિવાર સિદ્ધપુર ખાતે સ્વજનની શ્રાદ્ધ વિધિ કરવા ગયો હતો. જ્યાંથી જીપડાલામાં પરત ફરી રહ્યાં હતાં. ત્યારે ડીસા-પાલનપુર રોડ પર કલ્યાણપુરાના પાટીયા પાસે રસ્તા વચ્ચે અચાનક બાઇક આવી જતાં જીપડાલાચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ગાડી પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.

 

11થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોંચી

ડાલામાં બેઠેલા તમામ લોકો રોડની સાઈડમાં ફંગોળાયા હતા, જેમાં ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે 11થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતની જાણ થતાં 108 વાન તથા નેશનલ હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવને પગલે ડીસા તાલુકા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો.

Download Our B K News Today App



Related News