પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પર ટ્રકના ચાલકે બેફિકરાઈથી હંકારીને અકસ્માત સર્જ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-29 17:35:39
  • Views : 99
  • Modified Date : 2024-06-29 17:35:39

પ્રાંતિજના સાદોલીયા નજીક રેતી હેરફેર કરતા બેફામ દોડતા ડમ્પર ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક યુવકનું મોત નિપજ્યું હતું. ડમ્પર ટ્રકના ચાલકે બેફિકરાઈથી હંકારીને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બાઈક ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ.બાઈક ચાલક યુવાન ચેતનસિંહ ભવાનસિંહ રાઠોડને ત્રણ વર્ષનો પુત્ર છે અને પત્ની ગર્ભવતી છે. આમ ચેતનસિંહના પરિવાર સહિત વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ચૂક્યો છે. જ્યારે અરવિંદસિંહ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાને લઈને પ્રાંતિજ પોલીસે તપાસ શરુ કરી છે.

Download Our B K News Today App



Related News