ડીસાના રાણપુર નજીક થી રોયલ્ટી ચોરી કરતું ડમ્પર ઝડપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-08 11:56:07
  • Views : 312
  • Modified Date : 2021-10-08 11:56:07

ડીસા તાલુકાના રાણપુર આથમણા વાસ બસ સ્ટેશન પરથી રેતી ભરીને જતાં ડમ્પર ને રોકાવી રોયલ્ટી પાસ માંગતા સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે ડમ્પર ચાલક અને લીઝ ધારક સામે ફરીયાદ નોધી ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

ડીસાના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝા બુધવારે બપોરના સુમારે ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતાં. જે દરમિયાન ડીસાના રાણપુર આથમણા વાસ બસ સ્ટેશન નજીક પહોંચતા રાણપુર નજીક થી પસાર થતી બનાસ નદીમાંથી GJ-18-AV-6201 નંબર નું હાયવા ડમ્પર રેતી ભરીને આવી રહ્યું હતું. આથી પોલીસે ડમ્પર ને રોકાવી રોયલ્ટી પાસ પરમીટ માંગતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આથી પોલીસે ડમ્પર ચાલક અને કવોરી ના માલિક સામે રોયલ્ટી ચોરી અંગે ડમ્પર જપ્ત કરી કાયદેસર ની  કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે ડીસા નાયબ પોલીસ અધિક્ષક ની કચેરી માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં સંજયદાન કેશુદાન એ ડીસા તાલુકા પોલીસ મથકે રવિગીરી  ઓમગીરી ગૌસ્વામી (રહે, બાવાવાસ, ભોપાનગર, ડીસા) અને ધારજીજી જવાનજી ઠાકોર (રહે, રાણપુર આથમણા વાસ, તા. ડીસા) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હે.કો. રાજેન્દ્રકુમાર બારોટ ચલાવી રહ્યાં છે.

Download Our B K News Today App



Related News