અમદાવાદ જિલ્લાના ધોળકામાં ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આપવા આવેલો ડમી વિદ્યાર્થી ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-18 15:12:23
  • Views : 425
  • Modified Date : 2024-03-18 15:12:23

ધોળકાની જ્ઞાનદીપ વિદ્યાલયમાં આ વિદ્યાર્થી તત્વજ્ઞાનનું પેપર આપવા આવ્યો હતો.જો કે મૂળ વિદ્યાર્થીના સ્થાને ડમી પરીક્ષા આપે તે પહેલા ઝડપી લેવાયો છે.અત્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે ધોળકામાં જ્ઞાનદીપ વિદ્યાલયમાં ધોરણ-12ની પરીક્ષા આપવા આવેલો એક ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. જ્ઞાનદીપ વિદ્યાલયમાં પરીક્ષા આપવા માટે વિદ્યાર્થી પહોંચે તે પહેલા જ વિદ્યાર્થી પકડાઇ ગયો હતો. મૂળ વિદ્યાર્થી ધોળકાના રૂપગઢ ગામનો હર્ષદ ચૌહાણ હતો, તેના બદલામાં અરણેજ ગામનો મેહુલ ચાવડા નામનો વિદ્યાર્થી પરીક્ષા આપવા આવ્યો હતો.જો કે સુપરવાઇસરની સમયસૂચકતાના કારણે પરીક્ષા આપવા બેસે તે પહેલા જ પકડાઇ ગયો હતો.આ અંગે ધોળકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. હાલ બંને વિદ્યાર્થીની ધરપકડ કરી લેવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News