ડીસાના મારવાડી મોચીવાસ વિસ્તારમાં દારૂ પીધેલા યુવકને ઝડપી પાડી પોલીસ હવાલે કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-06 10:43:18
  • Views : 291
  • Modified Date : 2022-05-06 10:43:18

ડીસાના મારવાડી મોચીવાસ વિસ્તારમાં દારૂ પીધેલા યુવકને ઝડપી પાડી પોલીસ હવાલે કરાયો

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ડીસા સહિત આજુબાજુના અનેક ગામોમાં દારૂના નશામાં ચકચૂર બનેલા લોકોના ત્રાસના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ડીસામાં પણ એવી અનેક જગ્યાઓ છે જે આજે પણ મોટા પ્રમાણમાં દારૂ ધૂમ વેચાણ થઇ રહી છે અને દારૂનું વ્યસન કરતા લોકો પણ ખુલ્લેઆમ ફરી લોકોને હેરાન-પરેશાન કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ડીસાના મારવાડી મોચી વાસ વિસ્તાર ખાતે પણ ગોધરાનો રહેવાસી વિજય મકવાણા નામનો યુવક નશાની હાલતમાં ચકચૂર બની આમતેમ ફરતો હતો જેથી આજુ બાજુના સ્થાનિક લોકોએ તેની પૂછતાં જ કરવાની શરૂઆત કરી હતી પરંતુ વિજય મકવાણા એ યોગ્ય જવાબ ન આપતા સ્થાનિક લોકોએ તેને થાંભલા સાથે બાંધી રાખ્યો હતો જે બાદ મોડે સુધી તેને કોઈ પ્રકારે યોગ્ય જવાબ ન આપતા આખરે સ્થાનિક લોકોએ તેને ડીસા ઉત્તર પોલીસ મથકે તેને સોંપી દેવામાં આવ્યો હતો આ ઘટનાના પગલે મારવાડી મોચીવાસ વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આ યુવકને પોલીસ હવાલે કરવામાં આવતા સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી.

Download Our B K News Today App



Related News