નશામાં ધૂત પોલીસ કર્મીએ સર્જ્યો અકસ્માત, અકસ્માત સર્જી પોલીસ કર્મી ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-22 11:46:08
  • Views : 424
  • Modified Date : 2024-03-22 11:46:08

અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. જો કે આ વખતે અકસ્માત સર્જનાર બીજુ કોઇ નહીં, પોલીસકર્મી જ હોવાનું સામે આવ્યુ છે. વાસણામાં નશાની હાલતમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે.અકસ્માતમાં પતિ, પત્ની અને બે બાળકો રફ્તારના આતંકનો ભોગ બન્યા છે.અમદાવાદના વાસણા વિસ્તારમાં નશામાં ધૂત એક પોલીસ કર્મીએ અકસ્માત સર્જ્યો છે. નશાની હાલતમાં ફૂલ સ્પીડમાં કાર ચલાવીને જઇ રહેલા પોલીસ કર્મીએ બાઇક પર સવાર પરિવારને ટક્કર લગાવી હતી. આ ઘટનામાં પતિ, પત્ની અને બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આખો પરિવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.અકસ્માત સર્જાયા બાદ પોલીસ કર્મચારી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર આવી ગયા હતા અને અકસ્માત સ્થળેથી કાર અને પોલીસ કર્મીની સામગ્ર જપ્ત કરી હતી.પોલીસે આ કર્મચારી કોણ હતો તે દિશામાં તપાસ શરુ કરી છે.એક પ્રત્યક્ષ દર્શીના જણાવ્યા અનુસાર પોલીસ કર્મીએ તેજ રફ્તારથી કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. જે પછી કાર થોડી આગળ આવીને પંચર પડી ગઇ હતી અને પોલીસ કર્મી તેમાંથી ઉતરીને ફરાર થઇ ગયો હતો. કાર પાસેથી પોલીસકર્મચારીનું આઈકાર્ડ, પોકેટ નેમ પ્લેટ, પોલીસ લખેલું બોર્ડ પડ્યુ હતુ. જે પછી ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News