ડીસાની એન્જલ્સ ઇંગ્લીશ મીડીયમ શાળા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-03 12:17:50
  • Views : 377
  • Modified Date : 2022-08-03 12:17:50

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્થળોએ અનેક કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે જેમાં આવનાર સ્વાતંત્ર દિન નિમિત્તે ભવ્ય ઉજવણી અને દરેક ઘરે તિરંગો લહેરાય તે માટે હર ઘર તિરંગા કાર્યક્રમ દ્વારા દેશભાવના જગાડવામાં આવી રહી છે ત્યારે આજરોજ ડીસાની એન્જલ્સ ઇંગ્લીશ મીડીયમ શાળા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ૪૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો કાર્યક્રમમાં બાળકોએ વિવિધ ભાતના ચિત્રો અને તિરંગાનું સન્માન ચિત્રો દ્વારા કેવી રીતે કરી શકાય તે અનુરૂપ વિદ્યાર્થીઓએ ચિત્રો દોર્યા હતા સ્પર્ધામાં ચિત્ર શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News