થરાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના ઇતિહાસ અને એન એસ એસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજરોજ દસ્તાવેજી ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-07 11:58:25
  • Views : 191
  • Modified Date : 2021-10-07 11:58:25

     ગાંધીજયંતી નિમિત્તે  સ્વચ્છતા અઠવાડિયા ઉજવણી અંતર્ગત થરાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના ઇતિહાસ અને એન એસ એસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજરોજ દસ્તાવેજી ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં પ્લાસ્ટિકથી આ વિશ્વને કેટલું નુકસાન થાય છે તે બાબતની જાણકારી સેમેસ્ટર-૩ અને સેમેસ્ટર 5 ના ઇતિહાસ ના વિદ્યાર્થીઓને આપવામાં આવી જેમાં એક પ્લાસ્ટિકની ચમચીને પૃથ્વી પર 200 વર્ષ બાદ તેનું અસ્તિત્વ મટે છે તથા પાણીની એક પ્લાસ્ટિકની બોટલ અનંતકાળ સુધી પૃથ્વી પર જેમની તેમ રહે છે પ્લાસ્ટિકનો ઉપયોગ દિનપ્રતિદિન વધી રહ્યો છે જો આવું જ રહેશે તો ઈસ ૨૦૫૦માં ૧ કરોડ ૫૦ લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિક પૃથ્વી પર જમા થઈ જશે પ્લાસ્ટિકનો ઉપયોગ દિવસે દિવસે ઘટાડવા માટે નાના પાયે થી શરૂઆત કરવી પડશે જેમ કે પ્લાસ્ટિકની પોલીથીન બેગ પાણીની બોટલ પ્લાસ્ટિકની ચમચી આ તમામનો ઉપયોગ ઘટાડવામાં આવે તો કંઈક અંશે પ્લાસ્ટિક મુક્ત થરાદ તરફ આગળ વધી શકાશે ત્યારબાદ ગુજરાત અને ત્યારબાદ ભારત આ રીતનું એક લક્ષ્ય નિર્ધારિત કરવું પડશે તેમની માહિતી પણ આપવામાં આવી આ દસ્તાવેજી ફિલ્મમાં ઇતિહાસ વિભાગના જોરાભાઈ રબારી હાજર રહ્યા સાથે સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તથા ઇતિહાસ વિભાગના ભાવિક ચાવડા દ્વારા કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને ખૂબ મોટી સંખ્યામાં નિહાળ્યો અને કાર્યક્રમને સફળ બનાવવા માટે દ્રશ્ય અને શ્રાવ્ય વિભાગના કે કે કટારિયાએ ભારે જહેમત ઉઠાવી.

Download Our B K News Today App



Related News