બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાવ વિસ્તારમાંથી ડીગ્રી વગરનો ડોક્ટર ઝડપાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-07 13:21:46
  • Views : 374
  • Modified Date : 2021-06-07 13:21:46

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ડૉક્ટરો ગ્રામીણ વિસ્તારની પ્રજાને છેતરી તેમની સારવાર કરતાં નજરે પડી રહ્યા છે આ બાબતે અનેક વાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ આવા ડોકટરો સામે માત્ર કાગળ પર જ તપાસ થાય છે જેના કારણે અવારનવાર ગ્રામીણ વિસ્તારમાં ડોક્ટરો ભોળી પ્રજાને ઇન્જેક્શન અને દવાઓ આપી સારવાર કરતા નજરે પડતા હોય છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં આવા ડીગ્રી વગરના ડોક્ટરો જોવા મળે છે અગાઉ પર બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાંથી ગેરકાયદેસર દર્દીઓની સારવાર કરતા ડોકટરો ઝડપાયા છે. ત્યારે ફરી એકવાર કોરોનાવાયરસથી મહામારીમાં આવા અનેક ડિગ્રી વગરના ડોક્ટરો જોવા મળી રહ્યા છે ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે આવા ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ આવનારા સમયમાં આવા ડિગ્રી વગરના ડોક્ટરો ગ્રામીણ વિસ્તારોમાં બંધ થઈ શકે તેમ છે.

 
     સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ડિગ્રી વગરના ડોકટરોની ઝડપે રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસમાં ગેરકાયદેસર લોકોને સારવાર આપતા ડિગ્રી વગરના ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે ત્યારે આજે દિયોદર તાલુકાના સણાવ ગામમાં ગેરકાયદેસર ડોક્ટર લોકોની સારવાર કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી જે બાદ દિયોદર પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને સણાવ ગામે ડીગ્રી વગર ના ડોક્ટર ની હોસ્પિટલ પર દરોડા પાડયા હતા જ્યાં તપાસ કરતા આ ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારનું સર્ટી ન હતું તે પોલીસે 10665 રૂપિયાના મુદ્દામાલ સાથે ડોક્ટરને ઝડપી પાડ્યો હતો.

Download Our B K News Today App



Related News