ડીસાના કાંટ ગામ ખાતે આવેલ સર્વોદય લો કોલેજમાં દિવાળી સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-01 11:16:14
  • Views : 230
  • Modified Date : 2021-11-01 11:16:14

 

ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા અનેક તહેવારોમાં દિવાળીનો તહેવાર એક આગવું મહત્વ ધરાવે છે અને તેમાં રંગોળી પણ અભિન્ન હિસ્સો છે. દિવાળીનો તહેવાર રોશનીનો ઝગમગાટ કરીને ભીતરમાં રહેલા અંધકારને દૂર કરવાનું પર્વ છે.તેમાંય વર્ષોથી દિવાળીના તહેવારોમાં ઘરેઘરે દરેક આંગણામાં સુંદર મજાની રંગોળી દોરવાની બેજોડ પરંપરા છે.ત્યારે દિવાળીના તહેવારોમાં ખાસ કરીને સુંદર અને કલાત્મક રંગોળી લોકો પોતાના ઘર આંગણે દોરતાં હોય છે.. ત્યારે આજરોજ ડીસાના કાંટ ગામ ખાતે આવેલ સર્વોદય લો કોલેજમાં દિવાળી સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા વિદ્યાર્થીઓ દ્વારા રંગબેરંગી રંગોળીનુ ચિત્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું તથા તોરણ અને કલરફુલ દીવડાઓના શણગાર કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિકીતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પિયુષભાઈ કાનુડાવાળા દ્વારા તમામ રંગોળીઓનું નિરીક્ષણ કરીને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ૪૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

Download Our B K News Today App



Related News