ડીસાના એક વેપારીએ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત પાંચ કર્મચારીઓ સામે લાંચની ફરિયાદ નોંધાવતા ખળભળાટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-31 13:41:12
  • Views : 431
  • Modified Date : 2021-05-31 13:41:12

     હંમેશા વિવાદોથી ઘેરાયેલી ડીસા નગરપાલિકા ફરી એકવાર વિવાદોમાં સપડાઇ છે જોકે આ વખતે વિવાદ સત્તાધારી પક્ષ કે વિપક્ષ નો નથી પરંતુ ચીફ ઓફિસર શહીત કર્મચારી મંડળ નો છે. ચીફ ઓફિસરે એક ગેરકાયદેસર મોલને સીલ માલવા મામલે 15 લાખ રૂપિયાની લાંચ માગતા ચીફ ઓફિસર સહિત પાંચ કર્મચારીઓ સામે ફરિયાદ થઈ છે, જેમાં ડીસા ના જાણીતા ખેડૂત, વેપારી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ના જેઠ અજય ભાઈ પઢિયાર ત્રણ હનુમાન મંદિર પાસે બે વર્ષ અગાઉ દીપકલા સોપિંગ મોલ બનાવ્યો છે જોકે આ શોપિંગ મોલ ટીપી રોડ પર ગેરકાયદેસર રીતે બનાવ્યો હોવાનું ડીસા નગરપાલિકા ને મોડે મોડે બે વર્ષ બાદ ખ્યાલ આવતા જ ઘોર નિંદ્રા માંથી જાગેલી ડીસા નગરપાલિકાએ તરતજ મોલ ના માલિક ને ચાર નોટિસ ફટકારી દીધી હતી તેમ છતાં પણ મોલના માલિકે નોટિસ ને ધ્યાનમાં ન લેતા આખરે નગરપાલિકા ના ચિફઓફિસર સહિત ની ટિમ મોલ ને સીલ મારવા માટે સ્થળ પર પહોંચી ગયા હતા અને કલાકો સુધી રકઝક બાદ આખરે નગર પાલિકાની ટીમે મોલને સીલ મારી દીધુ હતું.

    આ સમગ્ર ઘટના બાદ મોલના માલિકે જ્યારે ચીફ ઓફિસરને વિનંતી કરી ત્યારે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીએ તેમની પાસેથી 15 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને જો આ રૂપિયા ન આપવા હોય તો ડીસાના ધારાસભ્ય અથવા તો આ વિસ્તારમાંથી ચૂંટાઈ આવેલા મોસમબેન સાંખલા સાથે વાત કરાવો તેમ કહી ત્યાંથી નીકળી ગયા હતા, આમ નગરપાલિકા ના ચીફ ઓફિસરે સિધાજ 15 લાખ રૂપિયાની માંગ કરતા મોલના માલિકે કોર્ટમાં ચીફ ઓફિસર સહિત પાંચ કર્મચારીઓ સામે ફરિયાદ કરી છે.

    ડીસા નગરપાલિકા દ્વારા ત્રણ હનુમાન રોડ પર આવેલા દીપકલા શોપિંગ સેન્ટરને સીલ કરવામાં આવે છે જે બાબતે શોપિંગ મોલના માલિકે નગરપાલિકા ચીફ ઓફિસર સહિત 6 લોકો સામે હાલ ન્યાય સંકુલમાં 15 લાખની લાંચની ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે આ શોપિંગ મોલ ગેરકાયદેસર રીતે બન્યો હતો અને અમે કાયદેસરની કાર્યવાહી કરી તેને સીલ કર્યો છે આ મોલ સીલ કરતા તેના માલિકે અમારી સામે ખોટા આક્ષેપો કર્યા હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે ડીસા નગરપાલિકામાં અત્યારે 100 થી પણ વધુ શોપિંગ સેન્ટરો ગેરકાયદેસર રીતે બન્યા છે જેના વિરોધમાં અત્યાર સુધી અનેક અરજીઓ અને ફરિયાદ થયેલી છે તેમ છતાં પણ ટ્રાફિકને અડચણરૂપ શોપિંગ સેન્ટરો કે ગેરકાયદેસર કોમ્પલેક્ષ હટાવવાના બદલે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર કોઈપણ પ્રકારનો અડચણરૂપ નથી તેવા એક વ્યક્તિના શોપિંગ મોલ ને ટાર્ગેટ કરતા વિવાદ સર્જાયો છે ત્યારે હવે પરિણામ જે આવે તે પરંતુ અત્યારે તો આ મુદ્દો ડીસા માં ટોપ ઓફ ધી ટાઉન બન્યો છે.

 

Download Our B K News Today App



Related News