અમદાવાદના નિકોલમાં આવેલી દેવી ઢોંસા રેસ્ટોરન્ટના ખોરાકમાંથી નીકળ્યો મરેલો ઉંદર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-20 15:30:38
  • Views : 185
  • Modified Date : 2024-06-20 15:30:38

  છેલ્લા ઘણા સમયથી હોટેલ-રેસ્ટોરેન્ટની ખાણી-પીણીની વસ્તુઓમાં જીવજંતુઓ નીકળવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ફરી એકવાર ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતો એક વીડિયો વાયરલ થયો છે. અમદાવાદના નિકોલમાં આવેલી એક રેસ્ટોરેન્ટમાં પીરસાયેલા ખોરાકમાં મરેલો ઉંદર નીકળ્યો છે.અત્યાર સુધી ક્યાંક વેફરના પેકેટમાં દેડકો, ક્યાંક રેસ્ટોરેન્ટના ફૂડમાં વંદા, ગરોળી અને દવાની પડીકી મળી આવ્યા છે. તો, હવે ફરી સંભારમાં મરેલા ઉંદરનો વીડિયો વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી દેવી ઢોસા નામની રેસ્ટોરેન્ટની આ બેદરકારી છે. જ્યાં ગ્રાહકના સંભારમાં મરેલો ઉંદર નીકળ્યો છે. જેને લઇ ગ્રાહકમાં રોષ ફેલાયો છે.સંભારમાંથી મરેલો ઉંદર નીકળવાનો વીડિયો સોશિયલ મીડિયામાં તેજીથી વાયરલ થઇ રહ્યો છે. ત્યારે, ફૂડ વિભાગની તપાસ કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. સાથે રેસ્ટોરેન્ટ સંચાલકો પણ ધ્યાન નથી આપી રહ્યા. વારંવાર રેસ્ટોરેન્ટના ભોજનમાં જીવાતથી લઇને વસ્તુઓ નીકળવાના બનાવો સામે આવી રહ્યા છે. આ જોઇને સ્પષ્ટપણે લાગે છે, કે બહારનું ભોજન ખાવનું બંધ કરી દેવું જોઇએ. કારણ કે સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઇ રહ્યા છે.

 

Download Our B K News Today App



Related News