દિયોદર ના લુદરા પુલ નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં એક શિક્ષકની ડેડબોડી મળી આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-18 11:44:23
  • Views : 350
  • Modified Date : 2022-07-18 11:44:23

દિયોદર ના લુદરા પુલ નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં એક શિક્ષકની ડેડબોડી મળી આવી હતી

 

નર્મદાની મુખ્ય નહેર જ્યાં એક બાજુ વરદાન સાબિત થઈ રહી છે ત્યાં બીજી બાજુ લોકોને સુસાઇડ કરવા માટેની સુસાઈડ પોઇન્ટ બની ચૂકી છે આજે દિયોદરના લુદરાપુલ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાંથી એક શિક્ષકની લાશ મળી આવી હતી દિયોદર પોલીસ સ્ટેશનનો કોલ મળતા ભારી જહમત બાદ  થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીર દ્વારા લાશને બહાર કાઢવામાં આવી હતી..લાશને બહાર કાઢ્યા બાદ દિયોદર પોલીસ દ્વારા લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી..જ્યાં મરનાર વ્યક્તિ જીગરભાઈ નરેશકુમાર વૈષ્ણવ સાબરકાંઠાના ઇડર તાલુકાનાં લઇગામના હોવાનું જાણવા મળ્યું હતું જે હાલમા ગોલવી નવા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે સેવા આપતા હતા..આ બનાવને લઈને સમગ્ર પંથકમાં અરેરાટીનો માહોલ છવાઈ ગયો હતો

Download Our B K News Today App



Related News