આજરોજ ડીસાની ડાયમંડ સોસાયટી માં કાર્યરત અર્બુદા કોલેજ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-28 12:49:30
  • Views : 233
  • Modified Date : 2021-11-28 12:49:30

 

ડીસાની અર્બુદા કોલેજ ખાતે આજે ડીસા આરોગ્ય વિભાગ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આજે મોટાભાગે યુવાધન વ્યસન તરફ ધકેલાઈ રહ્યું છે ખાસ કરીને આજે મોટાભાગના યુવાનો ગુટકાઓ તેમજ દારૂ જેવા ગંભીર વ્યસનો તરફ વળી રહ્યા છે જેના કારણે અવારનવાર નાની ઉંમરમાં યુવાનોના મોત નિપજ્યા છે ત્યારે આવા સમયે ડીસા આરોગ્ય વિભાગ દ્વારા યુવાનો વ્યસનોથી દૂર રહે તે માટે ઠેરઠેર વ્યસનમુક્તિ કાર્યક્રમો અંતર્ગત યુવાનોમાં જાગૃતતા લાવવામાં આવી રહી છે હાલમાં ડીસા આરોગ્ય વિભાગના ડો જીગ્નેશ હરિયાણી ના માર્ગદર્શન હેઠળ વિવિધ શાળાઓમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રાખવા માટે સ્પર્ધાઓ તેમજ માહિતી પૂરી પાડવામાં આવી રહી છે જેના થકી આવનારા સમયમાં યુવાધન વ્યસન તરફ ધકેલાઈ નહિ ત્યારે આજે ડીસાની અર્બુદા કોલેજ ખાતે પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વ્યસન મુક્તિ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લઇ વિદ્યાર્થીઓમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતતા આવે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News