શહેરમાં 20થી વધુ કોવિડ હોસ્પિટલમાં પરિસ્થિતિ વણસી, હોસ્પિટલ મેનેજમેન્ટે ઓક્સીજનની અછત જણાવીને દર્દીઓને પરાણે રજા આપી દિધિ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-13 11:29:52
  • Views : 290
  • Modified Date : 2021-04-13 11:29:52

    એક દિવસ પહેલાં મધ્યપ્રદેશ સરકારે દાવો કર્યો હતો કે પ્રદેશમાં ઓક્સીજનનો સ્ટોક પૂરતાં પ્રમાણમાં છે, અને તેના બીજા જ દિવસે સોમવારે ભોપાલમાં 5 લોકોના ઓક્સીજન ન મળવાને કારણે મોત નિપજ્યા છે. ભોપાલની 20થી વધુ હોસ્પિટલમાં ઓક્સીજનને લઈને અફડાતફડી જોવા મળી રહી છે.પહેલો મામલો એમપી નગરની સિટી હોસ્પિટલનો છે. જ્યાં ઓક્સીજનની ઉણપને કારણે એક જ દિવસમાં ચાર દર્દીઓના મોત નિપજ્યા છે. મૃતકમાં 30 વર્ષના સૌરભ ગુપ્તા, 35 વર્ષના તુષાર, 60 વર્ષના ઉર્મિલા જૈન અને આશા પટેલ છે. હોસ્પિટલના સંચાલક ડોકટર સબ્યસાચી ગુપ્તાના જણાવ્યા મુજબ તેઓએ અનેક જગ્યાએ ફોન કર્યા અને જ્યાં સુધી ઓક્સીજનનો જુગાડ થાય ત્યાં સુધીમાં ચારેય દર્દીઓના મોત નિપજ્યા હતા.

    બીજો મામલો કરોંદના પીજીબીએમ હોસ્પિટલનો છે, જ્યાં દાખલ એક મહિલાને ઓક્સીજન ખતમ થઈ ગયો હોવાને કારણે હોસ્પિટલમાં પરાણે રજા આપી દેવામાં આવી. પુત્ર એમ્બ્યુલન્સમાં તેને લઈને આરોગ્ય નિધી હોસ્પિટલ પહોંચ્યો, પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું મોત થઈ ગયું હતું. તોહમીદિયાની પાસે બનેલા એવિસેના હોસ્પિટલમાં મેનેજમેન્ટે ઓક્સીજન સપોર્ટવાળા ત્રણ કોવિડ દર્દીઓને તેમ કહીને રજા આપી દિધિ કે હવે અહીં ઓક્સીજન નથી, તો બીજે ક્યાંક લઈ જાવ. અફરાતફરીમાં પરિવારના લોકોએ પોતપોતાના દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા.

    સોમવરે સપ્લાયર્સે હોસ્પિટલને અચાનક જણાવ્યું કે ઓક્સીજનની શોર્ટેજ છે અને ગોવિંદપુરાના પ્લાન્ટ પર પોતાની એમ્બ્યુલન્સ સિલિન્ડરની સાથે મોકલી દિધિ છે. ચિરાયુ એર પ્રોડક્ટ પર લિક્વિડ ઓક્સીજનની સપ્લાઈ આઈનોક્સથી બપોરે ન થઈ શકી. તેથી તેઓએ પણ જંબો સિલિન્ડર લેવા આવેલા અનેક સપ્લાયર્સને પરત મોકલી દિધા હતા. તો આઈનોક્સની પાસે લિક્વિડ ઓક્સીજનનું ટેન્કર ન પહોંચ્તા શહેરમાં ઓક્સીજનને લઈને હાહાકાર જોવા મળ્યો.


Download Our B K News Today App



Related News