ભવનાથ તળેટીમાં ઉમટી ભક્તોની ભીડ, લીલી પરિક્રમાના દર્શન કરો ઘરે બેઠા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-25 17:57:57
  • Views : 77
  • Modified Date : 2023-11-25 17:57:57

જૂનાગઢની ભવનાથ તળેટીમાં લીલી પરિક્રમા માટેની ભીડ જામી છે. પરિક્રમાના ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક ભાવિકો અહીં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.લીલી પરિક્રમાનો ગત વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ગત વર્ષે 12 લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી હતી, જે ખૂબ મોટો આંકડો હતો.ચાલુ વર્ષે હાલ સુધીમાં 12.25 લાખ જેટલા ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે.આ વર્ષે આગામી દિવસોમાં કુલ 13 લાખ ભાવિકો ભવનાથ તળેટીની પરિક્રમા પૂર્ણ કરશે તેવી શક્યતા છે.હજુ પણ અન્ય 36 કિમી પરીક્રમા રૂટ પર એક લાખથી વધુ ભાવિકો પરિક્રમા કરી રહ્યા છે. જેની આકાશી તસવીરો પણ સામે આવી છે.અહીં તંત્ર દ્વારા ભાવિકો માટે કરવામાં આવેલી વિવિધ તૈયારીઓને લઈ યાત્રાળુઓ તંત્રનો આભાર પણ માન્યો હતો.મહત્વનુ છે કે આ તસવીરોમાં પરિક્રમા માટે ભવનાથની તળેટી પર ઉમટેલૂ માનવ મહેરામણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Download Our B K News Today App



Related News