શ્રી સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં સોસાઈટીના સૌ શિવભક્તોની ભીડ જોવા મળી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-29 12:10:35
  • Views : 240
  • Modified Date : 2022-08-29 12:10:35


શ્રાવણ માસની પૂર્ણાવતી નિમિત્તે ક્રિષ્ના બંગ્લોઝમાં રાજગોર પરિવારે ભગવાન સિદ્ધેશ્વર મહાદેવનો અનોખો શણગાર કરી હિમાલય કૃતિ બનાવીને સૌ શિવભક્તોએ મહાઆરતીનો લાભ લીધો.


શ્રાવણ પૂર્ણિમા નિમિત્તે ડીસાના ક્રિષ્ના બંગ્લોઝમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં સોસાઈટીના સૌ શિવભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રાવણના અંતિમ દિવસે લોકો શિવલિંગને ફૂલ, બેલના પાન, દૂધ અને ધતુરા ચઢાવે છે. મંદિરમાં પ્રાર્થના કર્યા પછી, ભક્તો હવન કુંડમાં ધાર્મિક વિધિ કરે છે અને એક મહિનાની વિધિ પૂર્ણ કરે છે.  મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. સિદ્ધેશ્વર મહાદેવના મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા. શ્રાવણ પૂર્ણિમા નિમિત્તે શહેરના મંદિરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. આ દરમિયાન અનેક મંદિરોમાં ભજન કીર્તનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. મંદિરમાં શ્રાવણ પૂર્ણિમા નિમિત્તે વિશેષ મહાઆરતી અને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રી સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં ભગવાનની વિશેષ પૂજા કર્યા બાદ ભક્તોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે સોસાઈટીના સૌ શિવભક્તોએ સાથ સંયોગથી સિદ્ધેશ્વર મહાદેવની પૂજા સંપન કરી હતી.


Download Our B K News Today App



Related News