ડીસાના એક દિવ્યાંગ યુવકની અનોખો પ્રયાસ : રીક્ષામાં સોલાર પ્લેટ નંખાવીને લારી રહ્યો છે બમણી આવક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-22 11:26:51
  • Views : 934
  • Modified Date : 2021-05-22 11:26:51

      ડીસા શહેરમાં વસતો ભગવાન ત્રિવેદી નામનો દિવ્યાંગ યુવક તેને બેટરીવાળી રીક્ષામાં સોલાર પ્લાન્ટ નંખાવીને હાલમાં બમણી આવક મેળવી રહ્યો છે હાલમાં સોલાર રીક્ષા દિવ્યાંગ લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે.જે રીક્ષા એક વાર ચાર્જ કર્યા પછી 60 કિલોમીટર ચાલતી હતી તે રીક્ષા સોલાર પ્લેટ નાખ્યા પછી 120થી પણ વધુ કિલોમીટર ચાલે છે..ડીસાનો ભગવાનજી ત્રિવેદી નામનો યુવક બંને પગે અપંગ હોવાથી તેને બેટરીથી ચાલે તેવી રીક્ષા વસાવી હતી ત્યારબાદ તેના મિત્રની સલાહથી તેને રીક્ષા પર સોલર પ્લેટ નખાવી અને સોલાર થી ચાલે તે સિસ્ટમ ગોઠવીને હાલમાં 60 કિલોમીટર ચાલતી રિક્ષાને 120 જેટલા બમણા કિલોમીટર ફેરવીને સારો એવો નફો મેળવી રહ્યા છે રીક્ષામાં આઠ થી નવ લોકો એક સાથે સવારી કરી શકે તેમ છે. રીક્ષા ચાલક નું કહેવું છે કે સોલાર નખાવાથી તેને આવકમાં તો ફાયદો થઇ રહ્યો છે તેની સાથે સાથે વીજળીના વપરાશની પણ બચત થઈ રહી છે જે આપણા પર્યાવરણ માટે સારી બાબત છે માટે મે સોલારથી ચાલતી રીક્ષા વસાવી છે. અને મારા જેવા બીજા દિવ્યાંગ લોકો ને પણ અપીલ કરું છું કે સોલારથી ચાલતી રીક્ષા કે વાહન વસાવે જે એમના માટે ખૂબ લાભ દાયક નીવડશે.

 

Download Our B K News Today App



Related News