ડીસાના ચંદ્રલોક વિસ્તારમાં આવેલ ગટરમાં ગાય પડી જતા અફડાતફડી સર્જાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-07 11:31:01
  • Views : 269
  • Modified Date : 2021-09-07 11:31:01

     ડીસાના ચંદ્રલોક વિસ્તારમાં આવેલ ગટરમાં ગાય પડી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.ડીસા શહેરમાં છેલ્લા નગરપાલિકા દ્વારા ગટર લાઇનનું તેમજ  રોડ બનાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું જે અંતર્ગત આજે પણ ડીસા શહેરમાં બનાવવામાં આવેલી ગટરોની કુંડીના ઢાકણો ખુલ્લા જોવા મળી રહ્યાં છે જેના કારણે અવારનવાર આ ખુલ્લા પડેલા ગટરોના ઢાંકણાઓમાં પશુઓ પડવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજે ડીસાના ચંદ્ર લોક વિસ્તારમાં રોડ પર બનાવવામાં આવેલ ગટરનું ઢાંકણું ખુલ્લુ હોવાના કારણે બાજુમાંથી પસાર થતી ગાય ખુલ્લા ગટરની અંદર ધસી પડી હતી. ગાય અંદર પડતાની સાથે જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે ગાયને બહાર નીકળવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા તેમ છતાં પણ ગાય બહાર ના નીકળતા ડીસા નગરપાલિકા ટીમને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી ડીસા નગરપાલિકાની ટીમ જેસીબી મશીન લઈને ઘટનાસ્થળે પહોંચી હતી આ બનાવની જાણ ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કરને હતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કલાકો સુધી ની ભારે જહેમત બાદ ગાયને રેસ્ક્યુ કરીને બહાર નિકાળવામાં આવી હતી ગાય બહાર નીકળતાની સાથે જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ડીસા નગરપાલિકા દ્વારા હજુ પણ શહેરના એવા અનેક વિસ્તારો છે જ્યાં આજે પણ મોટી ગટરોની લાઈનો ખુલ્લી પડી છે ત્યારે તાત્કાલિક ધોરણે ડીસા નગરપાલિકા દ્વારા ખુલ્લી પડેલ ગટર લાઇનો બંધ કરવામાં આવે નહિતર હજુ પણ આવનારા સમય મોટી દુર્ઘટના સર્જાય તેવી દહેસત જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News