ભાવનગરમાં રખડતા ઢોરે દંપતીને લીધા અડફેટે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-03 13:32:44
  • Views : 101
  • Modified Date : 2023-07-03 13:32:44

રાજ્યમાં સતત રખડતા ઢોર અને શ્વાનનો આતંક જોવા મળે છે. જેના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થાય છે તો કેટલાક લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. આવી જ એક ઘટના ભાવનગરમાં સામે આવી છે. ભાવનગરના સિહોરના ટાણા રોડ પર એક્ટિવા પર જઈ રહેલા દંપતીને ઢોરે અડફેટે લીધા છે.ઢોરે અડફેટે લેતા પતિ – પત્ની બંને ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. તાત્કાલીક જ સ્થાનિકો દ્વારા દંપતીને સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજ્યમાં વધતા જતા રખડતા ઢોરના આતંકથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.તો આ અગાઉ વડોદરામાં રખડતા ઢોરની અડફેટે વધુ એક વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યુ છે. ઘટના એવી હતી કે વૃદ્ધ આજવાથી પાણી ગેટ તરફ બાઇક પર જઈ રહ્યા હતા. ત્યાં અચાનક જ મહાવીર હોલ ચાર રસ્તા નજીક રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લીધા હતા. રખડતા ઢોરે અડફેટે લેતા વૃદ્ધ ગંભીર ઇજાગ્રસ્ત થયા અને તેમને તાત્કાલિક સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Download Our B K News Today App



Related News