ઇરાનમાં બંધક બનાવાયેલુ દંપતી અમદાવાદ પહોંચ્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-21 15:12:41
  • Views : 106
  • Modified Date : 2023-06-21 15:12:41

અમદાવાદથી અમેરિકા જવા નીકળેલા દંપતી ઈરાનમાં બંધક બનાવાયેલુ હતું  આજે અમદાવાદ આવી પહોંચ્યુ છે. બંન્ને દંપતીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે. મળતી માહિતી અનુસાર દંપતીની શારિરીક સ્થિતી હાલ સ્વસ્થ છે. જો કે ઘટના બાદ દંપતીની માનસિક સ્થિતી ખરાબ થઈ ગઈ છે. હાલમાં બંન્ને દંપતીના કાકાના ઘરે છે.ગુજરાત પોલીસના એફઆઈઆર અનુસાર મુળ મહેસાણાના અને વર્તમાનમાં અમદાવાદમાં રહેતા સંકેત ભરતકુમાર પટેલનો ભાઈ પંકજ અને પંકજની પત્નિ નિશા પટેલ અમેરિકા જવા માગતા હતા. દંપતીએ એજન્ટનો સંપર્ક કર્યો હતો. જેમનું નામ પિન્ટુ ગૌસ્વામી અને અભય રાવલ છે. જેઓ આ દંપતીને હૈદરાબાદ અને ત્યાંથી દુબઈ થઈ ઈરાન મોકલવાના હતા.જો કે દુબઈ સુધી દંપતી પરિવારના સંપર્કમાં હતુ. પરંતુ ઈરાન પહોંચ્યા પછી દંપતી સાથે સંપર્ક ખોરવાયો હતો. ત્યારબાદ યુવકને હેવાનીયતની તમામ હદો વટાવી માર મારતો વીડિયો સામે આવ્યો હતો. અને પૈસાની માંગણી કરવામાં આવી હતી. તેમજ એજન્ટ દ્વારા ફરિયાદીને આશ્વાસન આપવામાં આવ્યુ હતુ કે તેમને સુરક્ષિત અમેરિકા પહોંચાડી દેવામાં આવશે પરંતુ આવુ થયું ન હતું.વિદેશ જવાની ઘેલછામાં દંપતી અમેરિકા જવા નીકળેલા યુવક પંકજ પટેલને ઈરાનમાં કેટલાક લોકોએ બંધક બનાવી શરીર પર બ્લેડના ઘા મારી રહ્યા હતા. વીડિયોમાં યુવક તાત્કાલિક પૈસા મોકલી આપવાની માટે માગણી કરી હતી. પૈસા માટે યુવકને હૈવાનિયતની તમામ હદો વટાવી માર મારવામાં આવ્યો હતો. યુવકને બાંધી તેના સમગ્ર શરીર પર બ્લેડથી ઘા મારતા હોય તેવો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. યુવકને માર મારી માનસિક રીતે તોડી નાખવામાં આવે છે. યુવક પાસે પૈસા માગતો વીડિયો રેકોર્ડ કરવામાં આવે છે. જોકે સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ગાંધીનગર સ્થિત ઓફિસ ધરાવતા એજન્ટો ફરાર છે. અભય રાવલ અને પિન્ટુ ગોસ્વામી હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને ઓફિસે તાળા લાગ્યા છે.

Download Our B K News Today App



Related News