કચ્છના એક દંપતીએ લગ્નની 37મી વર્ષગાંઠ નિમિતે 37 પરિવારોને સાડત્રીસ-સાડત્રીસ હજાર દાનમાં આપ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 15:55:48
  • Views : 231
  • Modified Date : 2021-03-09 15:55:48

    લોકો પોતાના જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠની કેક કટીંગ કરી કે પાર્ટીનું આયોજન કરી અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે. પરંતુ, કચ્છના સોની દંપતીએ પોતાની 37મી વર્ષગાંઠ નિમિતે જરુરિયાતમંદ પરિવારને દાન આપી અલગ રીતે લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી.અખિલ ભારતીય સોની સમાજના પ્રમુખ અને કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભરતભાઈ સોની અને નખત્રાણાના પૂર્વ સરપંચ જિજ્ઞાબેન સોનીએ પોતાના લગ્ન જીવનની 37મી વર્ષગાંઠ અનોખી રીતે ઉજવી 37 પરિવારોને ઉપયોગી થવા પહેલ કરી છે.લગ્ન વખતે તેમની પાસે પોતાનું ઘર ન હતું. જે વેદનાને સમજી આ દંપતીએ રાહ ચિધનારી અનોખી પહેલ કરી છે. અગાઉ પણ પોતાની પુત્રીના લગ્ન પ્રસંગે લોકો રોજગારી મેળવી શકે એ માટે ગરીબ મજૂરોને હાથલારી આપી સેવાની સુવાસ પ્રસરાવી હતી.

    જિજ્ઞાબેન અને ભરતભાઈએ આજે 37મી લગ્ન વર્ષગાંઠે 37 મકાન વિહોણા પરિવારોને દરેકને 37000 રૂપી સહાય આપી યોગી નહીં તો ઉપયોગી થઈ મદદ કરવાનો નવતર પ્રયાસ કર્યો છે. તેમની આ પહેલ ઘણાને રાહ ચિધનારી બની શકે છે. નખત્રાણાના પૂર્વ સરપંચ રહેલા જિજ્ઞા બેન તેમજ તેમના પતિ ભરતભાઈ સોનીએ કાર્યકાળ દરમ્યાન નખત્રાણામાં અનેક વિકાસના કામો કરી લોકચાહના મેળવી છે અને દંપતી સેવાની સુવાસ પ્રસરાવી રહ્યા છે. તેમની આ પહેલથી જરૂર ઘર વિહોણા પરિવાર પરોક્ષ રીતે આશીર્વાદ મળતા રહ્યા છે.

    પોતાના જીવનમાં પત્નીનું શુ મહત્વ છે તે સમજાવતા ભરતભાઈએ કહ્યું કે દરેકના સફળ જીવનમાં એક સ્ત્રીનું મહત્વનું યોગદાન હોય છે. જેમાં માં, દીકરી, બહેન કે પત્ની કોઈ પણ સ્વરૂપ હોઈ શકે છે. મારા જીવનસાથીના આગમનથી અનેક સફળતા મળી છે અને મુશ્કેલીઓ પણ બને સાથે રહી ને પાર પાડી છે. તેમને જીવનમાં નારીનું મહત્વ સમજાવ્યું હતું. તેમની આ પહેલ અનેકને રાહ ચિધનારી બની છે.


Download Our B K News Today App



Related News