સતત વધી રહેલી મોંઘવારી ના વિરોધમાં ડીસામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરુદ્ધ પ્રદર્શન યોજાયું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-06 13:13:40
  • Views : 249
  • Modified Date : 2022-08-06 13:13:40


કોંગ્રેસ આગેવાનોએ ગેસના બાટલા સાથે ધરણા યોજી ભાજપ સરકાર સામે નારાબાજી કરી આક્રોશ ઠાલવ્યો હતો, જો કે પોલીસે પરવાનગી આપવા છતાં ધરણા કરતા કોંગ્રેસના આગેવાનો ની અટકાયત કરી હતી  . . .

 

છેલ્લા ઘણા સમયથી મોંઘવારી સતત વધી રહી છે. તેલ,પેટ્રોલ,ડીઝલ  રાંધણગેસ સહિત તમામ જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ ના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે. તેમાં પણ જીએસટી લાગતા સામાન્ય માણસ મોંઘવારીની માર વચ્ચે પીસાઈ રહ્યો છે. આવી મોંઘવારીમાં ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ને પરિવાર નું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલી ભર્યું બની ગયું છે ત્યારે સામાન્ય માણસની વેદના ને વાચા આપવા માટે આજે ડીસા ખાતે કોંગ્રેસ કાર્યકરોએ સરકાર ના વિરોધ માં ધરણા યોજ્યા હતા. કોંગ્રેસ આગેવાનોએ ગેસના બાટલા સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી નારાબાજી કરી હતી અને ભાજપ સરકાર મોંઘવારીને નાથવામાં સતત નિષ્ફળ નિવડી રહી હોવાના ગંભીર આક્ષેપો સાથે વિરોધ દર્શાવ્યો હતો. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓની ડીસા શહેર પોલીસે અટકાવ્યા હતા. પોલીસે પરવાનગી આપવા છતાં પણ કોંગ્રેસના કાર્યકરોએ આજે ધારણા પ્રદર્શન યોજતા કોંગ્રેસ આગેવાનોને પકડીને પોલીસ મથકે લઈ જવાયા હતા. પોલીસે અટકાવવા છતાં પણ કાર્યકરોએ જોર સોર થી વિરોધ ચાલુ રાખતા પોલીસે ટીંગાટોળી કરી કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવી પડી હતી . . .

Download Our B K News Today App



Related News