ગાંધીનગર મા રહેતા થરાદ વાવ ના યુવાનો માટે ગાંધીનગર ખાતે સંમેલન રાખવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-31 11:59:58
  • Views : 300
  • Modified Date : 2022-03-31 11:59:58

થરાદ વાવના યુવાનો અત્યારે સરકારી ભરતીની તૈયારી માટે ગાંધીનગરમા રહે છે જ્યારે ગાંધીનગરમા રહેતા યુવાનો ને મહેનત કરવા માટે પ્રેરણા મળી રહે અને ગાંધીનગરમા રહેતા યુવાનો એક બીજાના પરિચયમા આવે તે માટે સંમેલન યોજાયું હતુ..ઘણા યુવાનો પહેલા ગાંધીનગરમા તૈયાઋ કરતા હતા અને હાલ તે ગાંધીનગર તેમજ અમદાવાદમા પણ નોકરીઓ કરે છે ત્યારે ગાંધીનગરમા નોકરી કરતા યુવાનો પણ આ સંમેલનમા જોડાયા હતા જેના લીધે યુવાનોને માર્ગદર્શન મળી રહે..આ સંમેલનનું આયોજન થરાદ ના ધારાસભ્ય દ્વારા રાખવામાં આવ્યું હતું અને યુવાનો  ગાંધીનગર અથવા બીજે ગમે ત્યાં તેમની મદદની જરૂર હોય તો બેજીજક જાણ કરવા માટે કહેવામાં આવ્યું હતું.. તેમજ યુવાનો મહેનત કરીને ભવિષ્યમાં સારી નોકરી મેળવે તે માટે શુભકામનાઓ આપવામા આવી હતી..આ સંમેલનમા વાવના ધારાસભ્ય ગેનીબેન પણ હાજર રહ્યા હતા

 

Download Our B K News Today App



Related News