વિપુલ ચૌધરી ના સમર્થનમાં ચૌધરી સમાજનું સંમેલન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-19 11:50:11
  • Views : 278
  • Modified Date : 2022-09-19 11:50:11


રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે જે અંતર્ગત આજે ધાનેરા માં અર્બુદા સેના દ્વારા આક્રોશ સંમેલન અને શક્તિ પ્રદર્શન સાથે વિપુલ ચૌધરીને તાત્કાલિક મુક્ત નહીં કરાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન સાથે ભાજપ સરકારને ઘર ભેગી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.


રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે સરકારે 800 રૂપિયાના કથિત કૌભાંડની તપાસ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેઓની ગાંધીનગર ખાતેથી ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ઉત્તર ગુજરાતના ગામેગામ ફરી અર્બુદા સેનાનું સંગઠન ઊભું કરી રહ્યા હતા. જેથી સરકારને આ સંગઠન આગામી ચૂંટણીમાં નુકસાન કરે તેવી ભીતિ હોઇ વિપુલ ચૌધરીને દૂધસાગર ડેરીના જુના કૌભાંડના કેસોમાં દબોચી લેવા સરકાર દ્વારા નિર્ણય કરાયો હતો. જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચે 800 કરોડનું વિપુલ ચૌધરીએ કૌભાંડ કર્યું હોવાની તારણ કાઢ્યું હતું અને ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીની ધરપકડ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને અર્બુદા સેના ગામે ગામ વિરોધ પ્રદર્શન સાથે રેલી ઓ યોજી મામલતદાર અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યા બાદ આજે ધાનેરા ના નેનાવા ગામે ભવ્ય આક્રોશ મહાસંમેલન યોજાયું હતું. જેમાં ચૌધરી સમાજના સંતો મહંતો કોંગ્રેસના ધારાસભ્યો અને અર્બુદા સેના ના આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી તમામ લોકોએ એક સુરે થઇ જણાવ્યું હતું કે જો વિપુલ ચૌધરી ને સાત દિવસમાં છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીજીના માર્ગે ચાલવા ને બદલે ભગતસિંહના માર્ગે ચાલી ઉગ્ર આંદોલન કરવાની સાથે સાથે ભાજપ સરકારને ઘરભેગી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.


Download Our B K News Today App



Related News