ડીસાના વાડીરોડ વિસ્તારમાંથી એક્ટિવાની ઉઠાંતરી થતા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-07 11:39:34
  • Views : 266
  • Modified Date : 2022-04-07 11:39:34

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ચોર ટોળકી સક્રિય બની છે અને એક બાદ એક વાહનોની ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા તાલુકામાં રહેણાંક વિસ્તાર અને ડોક્ટર હાઉસ આજુબાજુ અજાણ્યા શખ્સો દ્વારા વાહનોને ટાર્ગેટ બનાવી એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે જે અંતર્ગત ડીસાના વાડી રોડ વિસ્તાર ખાતે રહેતા બકુલભાઈ માળી રાબેતા મુજબ પોતાનો એકટીવા પોતાના ઘર આગળ પાર્ક કર્યું હતું જે બાદ અજાણ્યા શખ્સો દ્વારા આ એકટીવા લઇ ફરાર થઈ ગયા હતા જે બાદ આ અંગેની જાણ બકુલભાઈ માળી ને થતા તેઓએ પોતાના વિસ્તારમાં એકટીવા ની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડે સુધી પોતાનું એકટીવા ન મળતા આખરે બકુલભાઈ એ આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

Download Our B K News Today App



Related News