ડીસાના રીસાલા બજાર નજીક યુવકને માર મારતા ફરીયાદ નોંધાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-31 11:42:23
  • Views : 2419
  • Modified Date : 2022-03-31 11:42:23

ડીસા શહેરના રીસાલા બજાર નજીક એક યુવકને ન જેવી બાબતે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતાં ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે. જ્યારે યુવકને ગંભીર ઇજાઓ થતાં ડીસા સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ અંગેની વિગત જોઇએ તો, બનાસકાંઠા જીલ્લા સહિત ડીસા તાલુકામાં ન જેવી બાબતમાં મારામારીના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જ્યારે ડીસાના જુની પોલીસ લાઇન, રીસાલા બજાર ખાતે રહેતાં શાંતીલાલ ગીરધરલાલ મોદીનો દિકરો રીસાલા ચોકમાંથી ઘર તરફ આવતી વખતે કેટલાક યુવાનો ટોળુ કરી બેઠેલ હતાં તેમાંથી કોઇ યુવકે મશ્કરીમાં તેમની નજીકમાં રહેતાં સુનીલ આર. સોનીના દિકરાને કાંકરી વાગતાં તેને તેના પિતા સુનીલભાઇને કહેતાં સુનીલ આર. સોની શાંતિલાલના ઘરે જઇ તેમના દિકરાને ગડદા પાટુનો માર મારવા લાગેલ અને કાતર વડે ઇજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે શાંતલાલ અને તેમના સબંધીઓએ વચ્ચે પડી સુનીલભાઇને ત્યાંથી સમજાવી મોકલેલ અને શાંતિલાલના દિકરાને ઇજાઓ થતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ગંભીર ઇજાઓ થયેલ હોઇ વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે, શાંતિલાલ ગીરધરલાલ મોદીએ સુનીલ આર. સોની વિરૂધ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News