વિકાસગૃહની સગીરા સાથે ઈન્ચાર્જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની ગેરવર્તણુકની ફરિયાદથી ચકચાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-08 14:09:59
  • Views : 153
  • Modified Date : 2023-07-08 14:09:59

 જામનગરના વિકાસગૃહની એક સગીરા સાથે ઇન્ચાર્જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કે જેમણે ગેરવર્તણ કર્યું હોવાની ફરિયાદ ઉઠ્યા પછી મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ઇન્ચાર્જ અધિકારી સામે ગુનો દાખલ કરાયો છે. પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લઈ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. જે બનાવને લઈને શહેરમાં ભારે ચર્ચા જાગી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરના વિકાસ ગૃહમાં ચિલ્ડ્રન ફોર હોમમાં રહેતી 15 વર્ષની એક તરુણી કે જેને જિલ્લા સુરક્ષા ઇન્ચાર્જ અધિકારી મહેન્દ્ર રણછોડભાઈ પટેલે સગીરાને એકાંતમાં બોલાવી પોતાની આંખોમાં આંખો નાખી ને જોવાનું કહ્યું હતું, અને તેણીનો હાથ પકડી અને ગેરવર્તન કર્યું હતું.તરુણી સાથે અયોગ્ય વર્તન થયું હોવાનો મામલો આખરે કમિટી સમક્ષ પહોંચ્યો હતો. જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ  દરમિયાન આજે સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ.પી. ઝાલા દ્વારા સગીરા ની પૂછપરછ કરાયા પછી આખરે ઈન્ચાર્જ જિલ્લા સુરક્ષા અધિકારી મહેન્દ્ર રણછોડ પટેલ વિરુદ્ધ આઈપીસી કલમ 354 ક, તથા પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એક્ટ 2012ની કલમ 12 તથા જુવેનાઇલ જસ્ટિસ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં મહેન્દ્ર પટેલની ધરપકડ કરી લેવાયા પછી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. આ બનાવને લઇને શહેરમાં ભારે ચર્ચા જાગી છે.જેના પર સમાજ સુરક્ષાની જવાબદારી છે, તેની સામે સગીર સાથે ગેરવર્તન કરવાનો મામલો સામે આવતા પોલીસ પણ ચોકી ગઈ. ઈન્ચાર્જ અધિકારી સામે ગુનો નોધાતા પોલીસે કાયદાકીય પગલા લેવામાં આવ્યા. જેની કોર્ટમાં રજુ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે. સંસ્થાના સંચાલકોને મામલાની જાણ થતા હિંમત દાખવીને પોલીસ કાર્યવાહી કરી. ઈન્ચાર્જ સમાજ સુરક્ષા અધિકારીએ સગીરા સાથે કરેલા વર્તન અંગે સીટી બી પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી.

Download Our B K News Today App



Related News