રાજકોટની સત્કાર કોવિડ હોસ્પિટલમાં 3 શખ્સે દર્દીને દાખલ કરવા જ પડશે કહી ડોક્ટર અને સ્ટાફને માર માર્યો, બેફામ ગાળો ભાંડી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-26 13:44:39
  • Views : 306
  • Modified Date : 2021-04-26 13:44:39

    રાજકોટની સત્કાર કોવિડ હોસ્પિટલમાં દર્દીના સગાઓની ધીરજ ખૂટી હોય તેમ ડોક્ટર અને સ્ટાફને માર મારવામાં આવ્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. દર્દી સાથે આવેલા 3 શખ્સોએ દર્દીને દાખલ કરવા જ પડશે તેમ કહ્યું હતું. પરંતુ ડોક્ટરે કહ્યું કે, બેડની વ્યવસ્થા નથી, ઓક્સિજનની લાઇનવાળઓ બેડ ઉપલબ્ધ નથી. તેમજ સ્ટાફનો પણ અભાવ છે. આથી ત્રણેય શખ્સ ઉશ્કેરાયા હતા અને બેફામ ગાળો ભાંડી ડોક્ટર અને સ્ટાફ પર હુમલો કર્યો હતો.

    રાજકોટ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં હજુ પણ કોરોના દર્દીઓ માટે બેડ મેળવવાનો પ્રશ્ન વિકટ છે. ઓકિસજનના બાટલા અને રેમડેસિવિર ઇન્જેકશન માટે પણ દર્દીઓના સગા હેરાન પરેશાન થઇ રહ્યા છે. અનેક લોકો હાલાકીઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે હવે ધીરજ ગુમાવી હોય તેમ શહેરના એસટી બસ સ્ટેશન પાછળ આવેલી સત્કાર કોવિડ હોસ્પિટલમાં રવિવાર રાતે દર્દીને દાખલ કરવા જ પડશે. તેવું કહી ત્રણ શખ્સોએ હોસ્પિટલના ડોક્ટરને ગાળો ભાંડી તેમની ફરજમાં અડચણ ઉભી કરી ઢીકાપાટુનો માર મારી તેમજ વચ્ચે પડેલા સ્ટાફના ત્રણ કર્મચારીઓને પણ માર માર્યો હતો.

    બાદમાં ત્રણેય શખ્સે ધમકી આપતા જણાવ્યું હતું કે, હોસ્પિટલ કેમ ચાલુ રાખો છો, પતાવી દઇશ, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લ્યો. આથી આ મામલો પોલીસ સુધી પહોંચતાં આર. આર. હોટેલવાળા તરીકે ઓળખાણ આપનાર શખ્સ સહિત ત્રણ જણા સામે ગુનો નોંધાયો છે. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે કાલાવડ રોડ પુષ્કરધામ મેઇન રોડ પાસે શિવધામ સોસાયટી-1માં રહેતાં અને એસટી બસ સ્ટેશન પાછળ કનક રોડ પર સત્કાર હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડો. અમર જગદીશભાઇ કાનાબારની ફરિયાદ પરથી દિવ્યરાજસિંહ ઝાલા અને બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી 323, 452, 504, 506 (2), 114 તથા એપેડેમિક ડીસીઝ એક્ટ 1897 તથા સુધારા-2020ની કલમ 3 (1-એ) (2), 6 (2) (2) મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

    ​​​​​​​ડો.અમર કાનાબારે ફરિયાદમાં જણાવ્યું છે કે, હું સત્કાર કોવિડ હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવું છું. રવિવારે રાત્રે દસેક વાગ્યે હું હોસ્પિટલમાં હાજર હતો. રિસેપ્શનમાં કર્મચારીઓ તેજસ ગોસ્વામી અને જયદિપ ડોડીયા બેઠા હતાં. તે વખતે જયદિપનો મને ફોન આવેલો અને કહેલું કે સાહેબ તમે નીચે આવો. આટલી વાત થઇ ત્યાં રિસેપ્શન પર આવેલા ત્રણ શખ્સો પૈકી એક શખ્સે જયદિપ પાસેથી ફોન લઇ કહેલું કે તું નીચે આવ, હું દિવ્યરાજસિંહ ઝાલા આર.આર. હોટેલવાળા બોલુ છું. જેથી હું નીચે રિસેપ્શન પર આવતાં દિવ્યરાજસિંહે મને કહેલું કે અમારું પેશન્ટ લેવું પડશે. જેથી મેં તેને કહેલું કે સ્ટાફનો અભાવ છે, બેડની વ્યવસ્થા અને ઓકિસજનની લાઇનવાળો બેડ પણ અત્યારે ઉપલબ્ધ નથી. બાદમાં હોસ્પિટલના ડોકટર અને સ્ટાફને માર માર્યો હતો.


Download Our B K News Today App



Related News