ડીસાના વૈભવ ટાઇલ્સ પાછળ આવેલ સોસાયટીમાંથી અજાણ્યા ચાર શખ્સોએ એક યુવકનું ઈકો ગાડી સાથે અપહરણ કરતા ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-12 12:19:13
  • Views : 290
  • Modified Date : 2022-03-12 12:19:13

ડીસાના વૈભવ ટાઇલ્સ પાછળ આવેલ સોસાયટીમાંથી અજાણ્યા ચાર શખ્સોએ એક યુવકનું ઈકો ગાડી સાથે અપહરણ કરતા ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

અજાણ્યા ચાર શખ્સો યુવકને ગોંધી રાખી મારી રોકડ રકમ સહિત ઈકો ગાડી ની લૂંટ ચલાવી ફરાર..

 

ડીસા ખાતે આવેલ વૈભવ ટાઇલ્સ ની પાછળ આવેલ એક સોસાયટી પાસે અજાણ્યા શખ્સો i20 ગાડી લઇ આવેલ અને ઇકો ગાડી ને ઉભી રખાવી i20 ગાડી માંથી ચાર શખ્સો ઈકો ગાડીમાં બેસેલ જે બાદ ઈકો ગાડીમાં સવાર યુવકને ગોંધી રાખી તેને મુઠ માર મારી તેની પાસેથી રહેલ રોકડ રકમ લઈ યુવક નું અપહરણ કરી ઈકો ગાડીમાં  સમયસૂચકતા યુવક ઈકોગાડી માંથી બહાર નીકળી ગયેલ જે બાદ અજાણ્યા ચાર શખ્સો દ્વારા ઈકો ગાડી ની લૂંટ ચલાવી ફરાર થઇ જતાં યુવકે ડીસા દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે...

 

બનાસકાંઠા જિલ્લામાં લૂંટ ધાડના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગત રોજ એક ઈકો ગાડીમાં યુવકનું ચાર શખ્સો દ્વારા યુવકનું ગાડી સાથે અપહરણ કરી યુવકને ગોંધી રાખી મારી યુવક પાસેથી રોકડ રકમની લૂંટ ચલાવી યુવકને ગામડાના વિસ્તારમાં અજાણ્યા રસ્તે ફેરવી જે બાદ યુવક સમયસૂચકતા ચાલુ ગાડીમાંથી બહાર નીકળી ગયેલ જે બાદ અજાણ્યા શખ્સો દ્વારા eeco ગાડી ની લૂંટ ચલાવી ફરાર થઇ જતા યુવકે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અમદાવાદના સેટેલાઈટ રોડ પર આવેલ જોધપુરગામ ખાતે આવેલ કપિઘ્વજ બંગ્લોઝ ખાતે રહેતા આશિષભાઈ ભોપેશભાઈ પંચાલ ચુંલા બનાવવાનું કારખાનું ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ ચુંલા ના માર્કેટિંગ માટે પોતાની ઈકો ગાડી નંબર GJ-01-KM-8319 વાળી લઈ અમદાવાદ થી ડીસા આવ્યા હતા જે બાદ ડેરી અને ફરસાણ ના વેપારી ને મળવા ડીસા પાટણ હાઈવે પર આવેલ વૈભવ ટાઇલ્સ  પાસે જતા એક આઈ 20 ગાડી માં ચાર શખ્સો આવી આશિભાઈ પંચાલ ની ઈકો ગાડી ઉભી રખાવવા ઈશારો કરેલ જે બાદ આશિભાઇ પંચાલે પોતાની ઈકો ગાડી ઉભી ન રાખતા એક સોસાયટી માં જતા રહેલ જે બાદ આઈ 20 ગાડી માં આવેલ અજાણ્યા ચાર શખ્સો આઈ 20 ગાડી ઈકો ગાડી ની આગળ જઈ ઉભી રાખી જે બાદ આઈ 20 ગાડી માંથી અજાણ્યા ત્રણ શખ્સો આશિષભાઈ પંચાલ ની ઈકો ગાડીમાં બેસી ગયેલ જે બાદ ઈકો ગાડી માં બેસેલ આશીભાઈ પંચાલ ને ઈકો ગાડી માં વચેલી સીટ માં બેસાડી અજાણ્યા ત્રણ શખ્સોએ ઈકો ગાડી સહિત આશીભાઇ પંચાલ નું અપહરણ કરી કોઈ અંતરિયાળ ગામમાં લઇ ગયેલ જે બાદ આશિષભાઈ પંચાલ ઈકો ગાડીની પાછળ જોતા તેમની પાછળ i20 ગાડી જે ગાડી માં અજાણ્યા શખ્સો આવેલ તેગાડી નો નબર જોતા તેનો નબર GJ -27-7032 જેવો જોવા મળેલ જે બાદ ઈકો ગાડીમાં બેઠેલા અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા આશિષભાઈ પંચાલને મૂઢ માર મારી તેંની પાસે પૈસા ની માગણી કરેલ જે બાદ આશીષભાઈ પંચાલ પાસે રહેલા રહેલા રોકડ રકમ 3200 રૂપિયા ની લૂંટ કરી મારમારવા લાગેલ જે બાદ સેમસંગ કંપની નો મોબાઈલ ની પણ લૂંટ ચલાવી જે બાદ અજાણ્યા શખ્સો દ્વારા ઈકો ગાડી ડીસા સીટી તરફ લઈ આવતા ઈકો ગાડી ધીમે થતા આશિષભાઈ પંચાલ ઈકો ગાડી માંથી સમયસૂચકતા ઈકો ગાડીમાંથી ઉતરી ગયેલ જે બાદ આશિષભાઈ પંચાલ એક સોસાયટી તરફ જતા રહેલ જે બાદ અજાણ્યા ત્રણ શખ્સો આશિષભાઈ પંચાલ ની ઈકો ગાડી ની પણ લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા જે બાદ આશિષભાઈ પંચાલે ડીસા દક્ષિણ પોલીસ મથકે ચાર અજાણ્યા શખ્સો દ્વારા કુલ 1,13,200 ની લૂંટ ચલાવી ફરાર થતાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોધી લૂંટ ચલાવનાર અજાણ્યા ચાર શખ્સો ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં .

 

Download Our B K News Today App



Related News