ડીસાના લાલચાલી વિસ્તારમાં સોનાના વેપારીએ ગ્રાહકો સાથે લાખોની છેતરપિંડી કરી ફરાર થતાં ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-29 13:22:59
  • Views : 563
  • Modified Date : 2021-07-29 13:22:59

  બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી છેતરપિંડીની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક છેતરપીંડી ની ઘટના ડીસા શહેરના લાલ ચાલી વિસ્તારમાં બની હતી ડીસા શહેરના લાલ ચાલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સોના ચાંદીના વેપાર સાથે દુકાન ચલાવતા સોની સંજય કુમાર રમેશભાઈ સામે ડીસા ઉત્તર પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે સોની સંજય કુમાર છેલ્લા ઘણા સમયથી સોના ચાંદીના ઘરેણા બનાવવા નો તથા વેચાણ કરવાનો વેપાર કરતા હતા જેથી માળી ભગાભાઈ તેમની દિકરીના લગ્ન પ્રસંગે 2020 ની દિવાળી પછીના સમય દરમિયાન કાચું સોનુ ઘરેણા બનાવવા માટે સંજયભાઈ ને 20 ગ્રામ ચેન તથા ૧૦ ગ્રામ ની વીંટી બનાવવા માટે આપ્યું હતું. તે સમયે સંજય ભાઈએ ભગવાનભાઈ ને વિશ્વાસ અને ભરોસો આપી વીંટી તથા ચેન બનાવી આપવા માટે જણાવ્યું હતું જે બાદ લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ સંજયભાઈએ ભગાભાઈને કોઈ પણ પ્રકારના દાગીના બનાવી આપ્યા હતા જેથી ભગાભાઈ દુકાને જઈ તપાસ કરતા સંજયભાઈએ પોતાની અલ્પા સોનાની દુકાન બંધ કરી નાસી ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ભગાભાઈ માળી બાબતે સંજયભાઈ સામે કડક માં કડક કાર્યવાહી થાય તે માટે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Download Our B K News Today App



Related News