ડીસા ગાયત્રી મંદિર પાસે આવેલ ડોક્ટર હાઉસમાં ગાયત્રી લેબોટરી આગળથી પાર્ક કરેલ મોટરસાયકલની અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી પલાયન થઈ જતાં ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-12 11:53:56
  • Views : 316
  • Modified Date : 2022-01-12 11:53:56

બનાસકાંઠા જિલ્લામાં વાહન ઉઠાંતરી ની ગેંગો સક્રિય થઇ છે એક પછી એક બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યાએથી વાહન ઉઠાંતરી ની ઘટના સામે આવી રહી છે ત્યારે  વધુ એક મોટરસાયકલની ઉઠાંતરી ની ઘટના સામે આવી છે.લાખણી તાલુકાના પેપળુ ખાતે રહેતા મકનજી અગરાજી ફોરણીયા ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તારીખ 3 ના રોજ પોતાનું મોટરસાયકલ નંબર GJ-08-BQ-5325 નું લઈ ડીસા ખાતે આવેલ ગાયત્રી મંદિર ની સામે આવેલ ડોકટર હાઉસ માં આવેલ ગાયત્રી લેબોરેટરી ની આગળ પાર્ક કરી તેમના બનેવીને મળવા ગાયત્રી લેબોરેટરીમાં ગયેલ અને 20 મિનિટ માં પાછા આવી જ્યાં તેમને પાર્ક કરેલ મોટરસાઇકલ તે જગ્યાએ જોવા મળેલ નહિ જેબાદ આજુબાજુ તપાસ કરતા કોઈ ભાળ મળેલ નહિ જે બાદ જાણવા મળેલ કે GJ-08-BQ-5325 નંબર નું મોટરસાઇકલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઇ ગયેલ છે જે બાદ મકનજી અગરાજી ફોરણીયા ડીસા ઉત્તર પોલીસ મથકે આજ રોજ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા ઉત્તર પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News