બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનું કોકડું ઉકેલવા મંત્રીઓની કમિટી બનાવાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-01 11:22:35
  • Views : 333
  • Modified Date : 2020-10-01 11:22:35

    અમદાવાદ મુંબઇ વચ્ચેની બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ગામોના ખેડૂતોના વિરોધના પગલે જમીન સંપાદનનું કોકડું લાંબા સમયથી નહીં ઉકેલાતા આખરે સરકારે મહેસૂલમંત્રી કૌશિક પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વન મંત્રી ગણપત વસાવાની કમિટી બનાવી છે. કમિટીએ બુધવારે ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ, આ વિસ્તારના ધારાસભ્યો અને ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.

જમીન સંપાદનમાં ખેડૂતોએ જંત્રીમાં રહેલી વિસંગતતાને કારણે વિરોધ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂત પ્રતિનિધિઓએ કમિટી સમક્ષ માંગ કરી કે, 2011માં જંત્રીના દરો નક્કી થયા છે અને 9 વર્ષ જૂના દરોના આધારે સરકાર હાલ જમીનનું વળતર આપી રહી છે તેની સામે બજાર કિંમત ઘણી ઉંચી છે જેથી હાલની બજાર કિંમતના આધારે વળતર મળવું જોઇએ. બીજીતરફ ધોલેરા- મુંબઇ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન માટે દક્ષિણ ગુજરાત બાદ ધોલેરાના ખેડૂતો દ્વારા પણ વ્યાજબી વળતરની માંગણી સાથે વિરોધ કરાયો છે.

Download Our B K News Today App



Related News