ડીસા ડી.એન.પી કોલેજમાં એન.એસ એસ સ્થાપના દિવસ નિમિત્તે સ્વચ્છ દિવસની ઉજવણી કરાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-25 13:01:29
  • Views : 363
  • Modified Date : 2021-09-25 13:01:29

ડીસા ખાતે કાર્યરત ડી. એન પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં આજે તારીખ 24 સપ્ટેમ્બર 2021ને  એન એસ એસ સ્થાપના દિન અંતર્ગત " કોલેજ સંકુલ સ્વચ્છતા અભિયાન ' કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ ઓફિસર ડો. તૃપ્તિબેન સી. પટેલના માર્ગદર્શનમાં આયોજિત આ કાર્યક્રમની શરૂઆત એન એસ. એસ ગીત ઉઠે સમાજ કેલીયે ઉઠે ઉઠે.... થી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ ને એન. એસ એસ ની સ્થાપના ક્યારે અને શા માટે થઈ તે સમજાવી સ્વયંસેવક તરીકે ની તેમની સામાજિક ભૂમિકા વિશે જાણકારી આપી વિદ્યાર્થીઓને શ્રમકાર્ય માટે પ્રેરિત કર્યા હતા. પ્રો. અવિનાશભાઈ એ એન એસ એસ ના પ્રતીકની સમજ આપી વિદ્યાર્થીઓને એન એસ એસ કલેપ શીખવી હતી. કુલ 70  સ્વયંસેવક ભાઈ બહેનોએ 6 ટુકડીમાં વિભાજીત થઈ સમસ્ત સંકુલની સફાઈ કરી હતી. પ્રો. વિશ્વાસભાઈ પ્રજાપતિ તેમજ પ્રો. મિતલબેન વેકરિયાએ સ્વચ્છતા અભિયાનમાં સતત વિદ્યાર્થીઓની સાથે રહી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. કોલેજની મુલાકાતે આવેલા યુનિવર્સીટીના કુલપતિ શ્રી ડો. જે. જે વોરા તેમજ નિયામકશ્રી છગનભાઇ પટેલે સ્વયંસેવક ભાઈ બહેનોને અભિનંદન પાઠવીને શુભેચ્છાઓ પાઠવી હતી.

Download Our B K News Today App



Related News