અમીરગઢ પાસેથી વહેતી બનાસ નદીમાં ન્હાવા પડેલો બાળક ઊંડા પાણીમાં જતા ડૂબી ગયો હતો. જેથી તેનું મોત થતા ચકચાર મચી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-25 18:41:55
  • Views : 2120
  • Modified Date : 2022-08-25 18:41:55


બનાસકાંઠાની જીવાદોરી ગણાતી રાજસ્થાનમાંથી નીકળતી અને દાંતીવાડા ડેમમાં સમાતી બનાસ નદી છેલ્લા ચાર દિવસથી બે કાંઠે વહી રહી છે. જેથી બનાસ નદીના પટમાં કોઈએ ન ઉતારવા માટે અમીરગઢ મામલતદારે સાવચેતીના ભાગરૂપે એલર્ટ આપવામાં આવ્યું છે છતાં પણ લોકો જીવન જોખમે નદીના વહેણમાં ઉતરી રહ્યા હોય છે. ત્યારે થોડાક દિવસ આગાઉ અમીરગઢ વિશ્વેશ્વર નદીમાં ન્હાવા પડેલી એક બાળકીનું નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જે બાદ આજે બનાસ નદીમાં બાળક ન્હાવા પડ્યો હતો. જે ઉંડા પાણીમાં જતા તે ડૂબવા લાગ્યો હતો. આશરે દસ વર્ષનો બાળક પાણીમાં જીવન અને મૃત્યુ સામે જજુમી અંતે મોતને ભેટ્યો હતો.
લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડાય
બાળક નદીમાં ડૂબવાના સમાચાર વાયુવેગે પ્રસરતા સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યાં હતા અને ભારે જહેમત બાદ મૃત બાળકને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. જોકે, બાળક બચી શક્યો ન હતો. આ ઘટના બાદ પોલીસ ત્યાં આવી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાનામાં ખસેડવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News