શાળાએ જતા બાળક પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-14 16:02:17
  • Views : 99
  • Modified Date : 2023-12-14 16:02:17

શ્વાનના આતંકના કારણે દેશના જાણીતા કારોબારી અને વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઈનું અવસાન થયા બાદ તંત્ર આ પ્રકારની ઘટનાઓને લઈ જેતે સમયે સતર્ક દેખાયું હતું પણ સમય સાથે સતર્કતા નબળી પડી છે. સુરતમાં શ્વાનનો આતંક હજુ યથાવત છે. ઉમરગામમાં 11 વર્ષના બાળકને શ્વાને ગંભીરરીતે ઈજાગ્રસ્ત કર્યો છે. ઉમરાગામ વિસ્તારમાં 11 વર્ષના બાળક ઉપર 6 થી 7 શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ઘટનામાં બાળકને ગંભીર ઈજાઓ પોહચી છે. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યો છે. સૂત્રો અનુસાર બાળક શાળાએ જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી.શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કર્યો હતો. ઘટના બાદ લોકોમાં રોષ ફાટી નીકળતા પાલિકાની ટિમ તરત એક્શનમાં આવી ગઈ હતી. રખડતા શ્વાનને પકડવા પાલિકાની ટીમ ઘટનાસ્થળ આસપાસ મોકલવામાં આવી હતી. બાળક પર 15 જેટલા શ્વાન દ્વારા હુમલો કરાયો હોવાનું બાળકનો જીવ બચાવનાર એક સ્થાનિકે જણાવ્યું હતું. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે “જો હું ટાઇમસર પહોંચ્યો ના હોત તો બાળકનો જીવ જોખમમાં મુકાઈ જાય તેમ હતો ” ઘટના બાદ સતર્ક બનેલી મહાનગરપાલિકાની ટીમે 10 જેટલા શ્વાન પકડ્યા છે.વાઘ બકરી ગ્રુપના એમડી પરાગ દેસાઈનું શ્વાનના હુમલા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અહેવાલો અનુસાર, સવારે ચાલતી વખતે તેના પર કૂતરાઓના ટોળાએ હુમલો કર્યો હતો અને તેમાંથી બચવાનો પ્રયાસ કરતી વખતે તે પડી ગયા હતા. આ પછી તેમને માથામાં ઈજા થઈ હતી જેના કારણે તેમને બ્રેઈન હેમરેજ થયું હતું અને તેમનું મૃત્યુ થયું હતું.

Download Our B K News Today App



Related News